Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

અમદાવાદ મનપાએ બોડકદેવનો પ્લોટ 151.76 કરોડમાં વેચ્યો : કુલ બે પ્લોટના વેચાણમાં 228.81 કરોડની આવક

મ્યુનિ.એ 16 પ્લોટ વેચવા કાઢ્યા પણ ઓક્શનમાં એકમાત્ર પ્લોટમાં 17 બીડર ક્વોલીફાઈવ થયા હતા: અત્યાર સુધી બોડકદેવના 2 પ્લોટ વેચાયા

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને આજે વધુ એક પ્લોટનું ઓક્શન કર્યું હતું. AMC તંત્રએ ગત તા. 7 મેના રોજ બોડકદેવના એક પ્લોટની હરાજી કરી રૂ.77 કરોડમાં વેચ્યો હતો. અમદાવાદ મ્યુનિ.એ આજે બોડકદેવનો વધુ એક પ્લોટ રૂ.151.76 કરોડમાં વેચવાને મંજૂરી આપી હતી. AMCએ બોડકદેવના પ્લોટની પ્રતિ ચો. મી. કિંમત રૂ.1,88, 000 રાખી હતી પણ ઓક્શનમાં પ્રતિ ચો. મી. રૂ.1,88,300ના ભાવે વેચાયો હતો. મ્યુનિ.ને પ્રતિ ચો. મી. માત્ર રૂ.300 લેખે અપસેટ વેલ્યુ સામે કુલ રૂ.24.18 લાખનો ફાયદો થયો હતો. AMCએ 15 પ્લોટ વેચવા કાઢ્યા હતા પણ અત્યાર સુધીમાં માત્ર બે પ્લોટ વેચાયા છે જેમાં મ્યુનિ.ને કુલ રૂ.228.81 કરોડની આવક થઈ છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને વિવિધ ટીપી સ્કીમ મળેલા રહેણાંક અને વાણિજયના હેતુ માટે મળેલા 15 પ્લોટ ઇ ઓક્શનથી વેચાણ કરવાનું નક્કી કરાયું હતું. મ્યુનિ.એ 16 પ્લોટ વેચવા કાઢ્યા હતા પણ 7 મેના રોજ ઓક્શનમાં એકમાત્ર પ્લોટમાં 17 બીડર ક્વોલીફાઈવ થયા હતા.

7 મેના દિવસે એક પ્લોટ માટે ઇ હરાજી રખાઈ હતી. મ્યુનિ.એ બોડકદેવની ટીપી સ્કીમ નંબર 50નો ફાઇનલ પ્લોટ નંબર 385નું ઓક્શન યોજયું હતું જેનું ક્ષેત્રફળ 3469 ચો. મી. હતું. આ પ્લોટની પ્રતિ ચો. મી. કિંમત રૂ.1.88 લાખ નક્કી કરાઈ હતી એટલે કે આ પ્લોટની કુલ કિંમત રૂ.11.82 કરોડ હતી પછી આજે ઓક્શનમાં કુલ 158 વખત બોલી બોલાઈ હતી.

ત્રણ કલાકની હરાજી બાદ આ પ્લોટ રૂ.77.04 કરોડમાં વેચાયો હતો. આજે બોડકદેવની ટીપી 50નો ફાઇનલ પ્લોટ નંબર 83 વેચાયો હતો જેનું ક્ષેત્રફળ 8060 ચો. મી. છે. આ સિવાય અન્ય 13 પ્લોટના રજિસ્ટ્રેશનની મુદત તા.1લી જુલાઈ સુધી વધારી દેવાઈ છે.

(10:21 pm IST)