Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

વડતાલ મંદિરમાં 1500 કીલો કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો

આ ફળ પ્રતિવર્ષ ભગવાનને અર્પણ કરીને મોટા પ્રમાણમાં નાના માણસોને આપવાની પરંપરા વડતાલ મંદિર દ્વારા જાળવી રખાઈ

નડિયાદ : વડતાલ મંદિરમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ એવં શ્રી લક્ષ્મીનારાયણ દેવ સમક્ષ ભક્તોની ભાવના અનુસાર 1500 કીલો કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. પૂ પૂ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ એવં ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શન પ્રમાણે, તમામ કેરીનો પ્રસાદ અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં વહેંચવામાં આવ્યો છે

   ઓમ સેવાશ્રમ સંકુલ ઉત્તરસંડા સંતરામ કન્યા છાત્રાલય – નડિયાદ, માતૃછાયા – નડિયાદ, જલારામ વૃદ્ધાશ્રમ – પીજ, બી.આઈ પટેલ વૃદ્ધાશ્રમ પેટલાદ રોડ , જલારામ વિસામો કરમસદ, જાગૃતિ મહિલા સંગઠન આણંદ અને આનંદધામ લાંભવેલ વગેરે જગ્યાઓ પર પ્રસાદરૂપે કેરીઓ પૂ શ્યામવલ્લભ સ્વામી વડતાલ અને જ્ઞાનપ્રકાશ સ્વામી વિરસદવાળાના હસ્તે આપવામાં આવી હતી.

વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યા પ્રમાણે, ઉનાળાના તાપથી સ્વાસ્થ્યના રક્ષણમાં કેરી ખૂબ જ ઊપયોગી ફળ છે. આ ફળ પ્રતિવર્ષ ભગવાનને અર્પણ કરીને મોટા પ્રમાણમાં નાના માણસોને આપવાની પરંપરા વડતાલ મંદિર દ્વારા જાળવવામાં આવે છે.

(10:15 pm IST)