Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

રસી નથી લીધી છતાં લોકોને મેસેજ પણ મળી રહ્યા છે

ગુજરાતનું રસીકરણ મોડલ : બનાસકાંઠામાં ૪૫ ગ્રુપમાં ૯૮ ટકા રસીકરણનો સરકારી દાવો, સરકારના રસીકરણના આંકડા સામે પ્રશ્નો ઊભા થયા

પાલનપુર,તા.બનાસકાંઠાના દિયોદરમાં રહેતા શાંતુબેન પરમારની ઉંમર લગભગ ૯૦ વર્ષથી વધારે છે. ઉંમરને કારણે તેઓ પાછલા ઘણાં મહિનાઓમાં એક પણ વાર ઘરની બહાર નથી નીકળ્યા. પરંતુ તેમના પરિવારજનો ત્યારે ચોંકી ગયા જ્યારે તેમના દીકરાના મોબાઈલ પર મેસેજ આવ્યો કે શાંતુબેને કોરોનાની રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે.

ઉલ્લેખનીય છે કે શાંતુબેન પોતે પણ રસી માટે નથી ગયા અને તેમના ઘરે કોઈ હેલ્થ વર્કર પણ નથી આવ્યા. શાંતુબેનના દીકરા ઠાકરશીએ જણાવ્યું કે, મને જ્યારે મેસેજ આવ્યો કે મારા માતાએ સુઈગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસી લીધી છે તો વાંચીને હું ચોંકી ગયો. મેં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેસેજ બતાવ્યો પરંતુ તેઓ બાબતે કોઈ ઉત્તર આપી શક્યા નહોતા.

બનાસકાંઠામાં ઘણાં કેસ જાણવા મળ્યા જ્યાં લોકોએ રસીના લીધી હોવા છતાં તેમને મેસેજ આવ્યા હતા કે તેમણે રસીનો ડોઝ લઈ લીધો છે. ઉલ્લેખનીય છે કે ૧૧મી મેના રોજ બનાસકાંઠા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યુ હતું કે તેમના વિસ્તારમાં ૪૫ વર્ષથી વધારે ઉંમર ધરાવતા ૯૮ ટકા લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

અધિકારીઓના દાવા અનુસાર ઉંમરના .૧૮ લાખ લોકોમાંથી .૦૪ લાખ લોકોને રસી આપવામાં આવી છે. બીજી બાજુ લોકોને આવા ખોટા મેસેજ મળતા હોવાને કારણે સરકારી આંકડાઓ સામે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. અમીરગઢ, સુઈગામ, વડગામ, પાલનપુર, દિયોદર અને ડીસા તાલુકાના અનેક ગામોમાં એવા ઘણાં લોકો મળ્યા છે જેમનું રસીકરણ માત્ર કાગળ પર થયું છે.

વડગામમાં રહેતા પચાસ વર્ષીય મંજુલા રાઠોડને જૂનના રોજ મેસે મળ્યો કે તેમને રસી આપવામાં આવી છે. મંજુલા રાઠોડનું કહેવું છે કે તેમણે હજી સુધી રસીનો એક પણ ડોઝ નથી લીધો. પાલનપુરમાં આવેલી બનાસ મેડિકલ કોલેજના પેડિઆટ્રિક વિભાગના પ્રોફેસર તેમજ સીનિયર રેસિડન્ટ ડોક્ટર ભાવિ શાહે ફેબ્રુઆરી, ૨૦૨૧ અને ૩૧ માર્ચ, ૨૦૨૧ના રોજ રસીના બે ડોઝ લીધા હતા.

જ્યારે એપ્રિલના રોજ તેમને ફરી એકવાર મેસેજ આવ્યો કે તેમણે રસીનો ડોઝ લીધો છે તો તેમને શંકા થઈ કે સિસ્ટમમાં કંઈક ગરબડ છે. ડોક્ટર ભાવિ જણાવે છે કે, મને જે બે મેસેજ મળ્યા તે બન્નેમાં મારું જન્મનું વર્ષ અલગ અલગ લખવામાં આવ્યુ હતું. મેં મેસેજ સોશિયલ મીડિયા પર શેર કર્યો તો મારા લગભગ ૧૫ મિત્રોએ જણાવ્યું કે તેમની સાથે પણ આવુ કંઈક થયું છે.

ડીસાના એક દંપતી સંજય અને નૈના દરજીને મેસેજ મળ્યો કે તેમણે રસીનો બીજો ડોઝ લીધો છે, જ્યારે વાસ્તવમાં તેમણે હજી બીજો ડોઝ નથી લીધો. સંજય દરજી જણાવે છે કે, ફ્રંટલાઈન વર્કર્સ હોવાને કારણે અમે ૧૦મી એપ્રિલના રોજ પહેલો ડોઝ લીધો હતો. અમારે ૨૫મી મેના રોજ બીજો ડોઝ લેવાનો હતો પરંતુ કામને કારણે અમે નહોતા લઈ શક્યા.

૨૮મી મેના રોજ મને મારી પત્નીને મેસેજ મળ્યો કે અમારું રસીકરણ થઈ ગયું છે. પ્રકારના મેસેજ વિષે જ્યારે જિલ્લા વિકાસ અધિકારીને વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે તેઓ એક એક કરીને બધા કેસની તપાસ કરશે. જો કે તેઓ જિલ્લામાં થયેલા સફળ રસીકરણ અભિયાનની વાત પર અડી રહ્યા.

તેમણે જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારમાં જો કોઈ બાકી રહી ગયું હશે તો અમે તેમને તે પણ કવર કરી લઈશું. ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકામાં યુવાનોને પણ ૪૫થી વધારે ઉંમરની શ્રેણીમાં રસી આપવામાં આવી છે. જ્યારે અમુક આદિવાસી વસ્તી ધરાવતા ગામો એવા પણ છે જ્યાં લોકોનું રસીકરણ કરવામાં નથી આવ્યું અને આરોગ્ય ખાતાના અધિકારીઓએ મુલાકાત પણ નથી લીધી.

ઉપલા, ખાપા, નીચલા ખાપા, ઉપલા બંધ, નીચલા બંધ, કરમડી અને ખતી સિત્રા- ગામોની પંચાયતના સરપંચ ખીમજી જણાવે છે કે, અમારા ગામોમાં લગભગ ૭૦૦૦ લોકો રહે છે પરંતુ માત્ર આશા અને આંગણવાડી કામદારો છે તે - લોકોને રસી મળી છે. ગામના લોકો પોતાનું કામ બંધ રાખીને ૩૦-૪૦ રુપિયા ખર્ચીને આરોગ્ય કેન્દ્રમાં રસી મુકાવવા જાય છે. સરકારે અમારા ગામમાં કેમ્પનું આયોજન કરવું જોઈએ જેથી ગામના લોકો સરળતાથી તેમાં ભાગ લઈ શકે.

ખતી સિત્રા ગામના એક રહેવાસી જણાવે છે કે તેમના ગામમાં એક ભારત સરકાર નામનું ગ્રુપ છે જે લોકોમાં ભય ફેલાવે છે કે જો તેઓ રસી લેશે તો મરી જશે. ભયને કારણે અનેક લોકો રસી લેવા જવાનું ટાળે છે. સુઈગામ તાલુકાના ભારદવા ગામના સરપંચ દુધાજી રાજપૂત જણાવે છે કે, અમારા ગામમાં ઘણાં લોકોને રસીના મેસેજ તો આવી ગયા છે પરંતુ વાસ્તવમાં તેમણે રસી લીધી નથી. જિલ્લા પ્રશાસન અને સરકાર દ્વારા રસીકરણના ખોટા આંકડા રજૂ કરવામાં આવી રહ્યા છે. નકલી રસીકરણ અભિયાન અને ભ્રષ્ટાચારને કારણે ઘણાં લોકો રસીથી વંચિત રહી શકે છે.

(10:13 pm IST)