Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

રાજ્યના સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ: વીજબીલમાં ફિક્સચાર્જ માફ

તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ :મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીમાં લેવાયો નિર્ણય : સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને મોટી આર્થિક રાહત

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ ના સમય માટે સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.
કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે.
કોરોના સંક્રમણના આ કાળમાં મુખ્યમંત્રી એ રાજ્યના સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને આ નિર્ણયથી મોટી આર્થિક રાહત આપી છે

(7:54 pm IST)