Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સિનિયર સિટિજનને માર મારી પેંશનના 20 હજાર લૂંટી રીક્ષા ચાલક રફુચક્કર

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ધોળા દિવસે લૂંટના બનાવો વધી રહ્યા છે, મણિનગર વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનને માર મારીને પેન્શનના રૃપિયા ૨૦ હજારની લૂટ ચલાવીને શટલ રિક્ષાનો ચાલક ફરાર થઇ ગયો હતો, બનાવ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોેધી સીસીટીવી ફૂટેજ આધારે આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

એલિસબ્રિજ વિસ્તારમાં  બેન્કમાંથી પેન્શનના રૃપિયા લઇને શટલ રિક્ષામાં બેસીને ઘરે જતા હતા    

કેસની વિગત એવી છે કે  અમરાઇવાડી વિસ્તારમાં  જનતાનગર પાસે ગાયત્રી નગરમાં રહેતા ડાહ્યાભાઇ મોતીભાઇ બારોટ (..૬૭) કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા રિક્ષા ચાલક સામે ફરિયાદ નોધાવી છે કે ગત તા. ૨ના રોજ સવારે નવ વાગે મણિનગર વિસ્તારમાં ડાયબિટીશનો લેબોરેટરી  કરાવવા ગયા બાદ એલિસબ્રિજ વિસ્તારમાં બેન્કમાં પેન્શનના રૃા. ૨૦ હજાર  ઉપાડીને શટલ રિક્ષામાં બેસીને લેબોરેટરીમાં  રિપોર્ટે લેવા માટે જઇ રહ્યા હતા.

(4:44 pm IST)