Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

અમદાવાદમાં નોકરી આપવાની લાલચ આપી ઓનલાઇન ચીટિંગ કરનાર વિરુદ્ધ સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી

અમદાવાદ : કોરોનાએ અનેક પરિવારો માટે આર્થિક સમસ્યા સર્જી છે. આવા તબક્કામાં નોકરી મેળવવા માટેના પ્રયાસ કરનારાં યુવકોની સંખ્યા મોટી છે. બીજા રાઉન્ડ પછી ધંધા-રોજગાર શરૂ થયાં છે ત્યારે નોકરી અપાવવાના બહાને ઓનલાઈન ચિટિંગના કિસ્સા બનવા લાગ્યાં છે.

રીતે કોલેજમાં પ્રવેશના નામે ઓનલાઈન ચિટિંગ કરવામાં આવતાં સાયબર ક્રાઈમ બ્રાન્ચે સતર્ક રહેવા તાકીદ કરી છે. કોરોનાથી અનાથ થયેલા બાળકને દત્તક લેવા તેમજ દાન આપવા અંગેની લિન્ક સોશિયલ મિડિયા પર મુકવામાં આવે છે તે પણ સાયબર ક્રાઈમ છે.

કોરોનાના સમયગાળામાં લોકો સોશિયલ મિડિયા અને -બેન્કિંગ તરફ વળ્યાં છે તે સાથે -ચિટિંગના બનાવો પણ વધ્યાં છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચ -ચિટિંગની પધૃધતિઓ સામે નાગરિકોને જાગૃત કરે છે ત્યારે ચિટરો નવી-નવી પધૃધતિએ લોકો સાથે છેતરપિંડી કરે છે. આવી પધૃધતિઓ સામે સતર્ક રહી લોકો પોતાની બચતના નાણાં બચાવી શકે છે.

કોરોનાના સમયગાળામાં નોકરીવાંચ્છુઓ સાથે છેતરપિંડીની જાળ બિછાવવામાં આવે છે. સોસાયટી મિડિયા પર મોટા પગારવાળી નોકરીની લાલચ આપી ટ્રેનિંગ આપવાના બહાને છેતરપિંડી કરવામાં આવે છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે ટિપ્સ આપી છે કે, ચિટિંગનો ઈરાદો હોય તેવી ઓનલાઈન નોકરીની જાહેરાતમાં આકર્ષક પગારની ઓફર કરવામાં આવે છે. કામચલાઉ ઓફિસ રાખીને ઈન્ટરવ્યૂ પણ લેવામાં આવે છે.

(4:44 pm IST)