Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટના સર્વિસની આડમાં ચાલતું વિદેશી દારૂનું ગોડાઉન પોલીસે ઝડપી 6.23 લાખનો જથ્થો જપ્ત કર્યો

વડોદરા:શહેર પાણીગેટ પોલીસની ટીમે ફેબ્રુઆરી મહિના દરમિયાન માંજલપુર પોલીસ મથકની હદમાં રેડ કરી ટ્રાન્સપોર્ટનાં સર્વિસની આડમાં ચાલતું વિદેશી દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. પાણીગેટ પોલીસે ડ્રમમાં સંતાડીને રાખવામાં આવેલો 6.23 લાખનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. દરમિયાન ગુનામાં સંડોવાયેલા ભીખા ભાલીયા પોતાના આગોતરા જામીન માટે અત્રેની અદાલતમાં રજૂ કરી હતી બંને પક્ષોની દલીલો બાદ અદાલતે  તે અરજ નામંજુર કરવાનો હુકમ કર્યો હતો

માંજલપુર પોલીસ મથકની હદમાં અલવાનાકા નજીક ગોડાઉનમાં વિદેશી દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો હોવાથી માહિતી મળતાં ડીસીપી ઝોન 3 ડો. કરણરાજ વાઘેલાએ પાણીગેટ પોલીસને રેડ કરવા સૂચના આપી હતી. જેના પગલે પાણીગેટ પોલીસે માંજલપુર પોલીસની હદમાં રેડ કરી 6 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગુનામાં નથ્થુ રામજી ભાલિયા, ભીખા રામજી ભાલિયા અને ગોડાઉનના માલિક દિલીપ મારવાડીને વોન્ટેડ જાહેર કરાયા હતા.

(4:43 pm IST)