Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

સુરતના જહાંગીરપુરા નજીક હાઉસિંગ બોગસ રસીદના આધારે નામે કરાવી છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના જહાંગીરપુરા નજીક પીસાદગામની શ્રી જય જલારામ હાઉસીંગ સોસાયટીનું મકાન બોગસ કબ્જા રસીદના આધારે પોતાના નામે કરાવી લઇ વિશ્વાસઘાત કરનાર વિરૂધ્ધ સોસાયટીનું નિર્માણ કરનાર પાવરદારના પુત્રએ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

 

પાલ રોડ સ્થિત સંત તુકારામ સોસાયટીમાં રહેતા ચિંતન બુધીયાભાઇ ખલાસી (.. 34) ના પિતા બુધીયાભાઇ સોમાભાઇ ખલાસી (મૂળ રહે. દાંડી ગામ, તા. ઓલપાડ) વર્ષ 2004માં જહાંગીરપુરા જીનની સામે પીસાદ ગામની જમીનના મૂળ માલિક ઘેલાભાઇ કાળીદાસ પટેલના પાવરના આધારે શ્રી જય જલારામ હાઉસીંગ સોસાયટીનું નિર્માણ કર્યુ હતું. જેમાં હમવતની રમેશ જીવણ પટેલને દલાલ તરીકે સાથે રાખ્યા હતા. પરંતુ રમેશે પ્લોટ નં. 28ના વેચાણ દસ્તાવેજમાં પોતાનું અને પુત્રીનું નામ દસ્તાવેજમાં દાખલ કરાવતા બુધીયાભાઇએ રમેશ સાથે સબંધ તોડી નાંખ્યા હતા. જો કે રમેશે માફી માંગી લેતા હતી અને સોસાયટીના મકાન નં. 28 માં એક રૂમ-રસોડું રહેવા માટે આપ્યું હતું અને બીજા રૂમમાં સોસાયટીના ડોક્યુમેન્ટ્સ તાળું મારીને મુકયા હતા. દરમિયાનમાં નવેમ્બર 2013માં બુધીયાભાઇનું મૃત્યુ થતા પુત્ર ચિંતન રમેશ પાસે ડોક્યુમેન્ટ્સ અને વેરા બિલની લેવા ગયો હતો. પરંતુ રમેશે ડોક્યુમેન્ટ્સ માટે વાયદા કર્યા હતા. જેથી શંકા જતા ચિંતને એસએમસીમાં આરટીઆઇ કરી હતી. જેમાં રમેશ પટેલે વર્ષ 2005માં બોગસ કબ્જા રસીદના આધારે પ્લોટની માલિકીમાં નામ દાખલ કરાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે સોસાયટીના અન્ય પ્લોટના વેચાણ દસ્તાવેજ છે જયારે રમેશે કબ્જા રસીદના આધારે નામ દાખલ કરાવ્યું હતું.

(4:42 pm IST)