Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમા પોલીસે દરોડા પાડી જુગાર રમતા પાંચ શકુનિઓને ઝડપી પાડયા

ગાંધીનગર:જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી જુગારીઓએ માઝા મુકી છે. ઠેકઠેકાણે ગામોમાં તીનપત્તીનો જુગાર જામી રહયો છે ત્યારે પોલીસ પણ બાતમીદારોને સક્રિય કરી જુગારધામો ઉપર દરોડા પાડી રહી છે. ડભોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે મેદરા ગામના ઠાકોર વાસમાં કેટલાક ઈસમો ભેગા મળીને તીનપત્તીનો જુગાર રમી રહયા છે જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડી મેદરા ગામમાં રહેતા કાર્તિક સેંધાજી પરમારકિરણ રમેશજી ચૌહાણવિશાલ બળદેવજી ચૌહાણમહેશ લીલાજી ઠાકોરમેઘાણીનગર કેશવલાલની ચાલીમાં રહેતા રવિ અમરસિંહ ઠાકોર અને થલતેજના રવજીભાઈ ખોડાજી ઠાકોરને ઝડપી લઈ ૩૦૫૫નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બીજી બાજુ સાંતેજ પોલીસે પણ બાતમીના આધારે શેરીસા ગામની સીમમાં બહુચરપુરામાં દરોડો પાડી શેરીસા ગામે રહેતાં દશરથજી ભઈજીજી ઠાકોરઅજયજી વિષ્ણુજી ઠાકોરબાબુજી માસંગજી ઠાકોરબેચરજી સોનાજી ઠાકોર અને કમલેશજી ગાંડાજી ઠાકોરને જુગાર રમતાં ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી ૩૦૧૭૦ની રોકડ કબ્જે કરવામાં આવી હતી. જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. 

(4:40 pm IST)