Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

મેઘરજ તાલુકામાં ઘરમાં દવાખાનું ઉભું કરી ડિગ્રી વગર લોકોની સેવા કરનાર પિતા-પુત્રને પોલીસે રંગે હાથે ઝડપી પાડયા

મેઘરજ:તાલુકામાં કોરોનાની બીજી લહેરમાં અસંખ્ય ડીગ્રી વગરના ડૉક્ટરો દવાખાનાં ઉભાં કરી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે બેદરકારીભર્યું કૃત્ય કરી બીમાર વ્યક્તિઓને પોતે ડૉક્ટર નહીં હોવા છતાં તપાસી અને સારવાર કરી દર્દીઓની સાથે છેતરપિંડી કરતા શખ્સો સામે મેઘરજ પોલીસે હવે લાલ આંખ કરી છે મેઘરજ તાલુકાના રામગઢી અને નવાગામ ગામેથી બોગસ તબીબ ઝડપાયા બાદ સોમવારે પોલીસને બાતમી મળી હતી કે મેઘરજ નગરમાં આંબાવાડી વિસ્તારમાં રહેતા બારીયા અરવિંદભાઈ તેમજ તેનો દીકરો સંજયભાઇ તેમના ઘરે દવાખાનું બનાવી કોઇપણ જાતની ડીગ્રી વગર દર્દીઓની સારવાર કરે છે જેથી મેઘરજ પોલીસે બાંઠીવાડા પી.એચ.સી.ના મેડીકલ ઓફીસરને સાથે રાખી મેઘરજ નગરમાં આંબાવાડી વિસ્તારમાં અરવિંદભાઈના ઘરે રેડ કરતાં ઘરમાંથી અલગ-અલગ પ્રકારની એલોપેથીક દવાઓ મળી આવી હતી પોલીસે અરવિંદભાઈ અને સંજયભાઈની પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ કે દર્દીઓ અમારા ઘરે આવે તેમની સારવાર કરે છે મેડીકલ ઓફીસરે બન્ને બોગસ તબીબો પાસે ડૉક્ટરની પ્રેક્ટીસ કરવા સર્ટી કે બીજા કોઈ આધાર પુરાવો રજુ કરવાનું જણાવતાં બન્ને પિતા-પુત્ર પાસે કોઈ પણ મેડિકલ ડીગ્રી નહીં હોવાનું જણાવતાં પોલીસે પાછળના રૃમમાં તપાસ કરતાં ટેબલ ઉપરથી એલોપેથીક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો જુદી જુદી દવાઓ અને સાધનો કુલ મળી રૂ. ૮૭૯૫નો મુદ્દામાલ પોલીસે કબજે લઇ આરોપી અરવિંદ સુરમા બારીયા અને સંજય અરવિંદ બારીયા (રહે. મેઘરજ જિ. અરવલ્લી)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(4:39 pm IST)