Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

તલોદ તાલુકાના વાવ-પડુસણ ગામે સુજલામ સુફલામ કેનાલે 35 વર્ષીય શખ્સનો જીવ લીધો

તલોદ:તાલુકાના વાવ ગામની સીમમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ ઉપર ગામનો શ્રમજીવી યુવાન દશરથ રામાભાઈ નાડિયા (..-૩૫) ખેતમજૂરી કરતો હતો તે આજે સવારે વાગ્યાના સુમારે નહાવા ગયો હતો જ્યાં આકસ્મિક રીતે તે કેનાલમાં પડયો હતો તેને તરતા આવડતું હોવાથી તેને ડૂબતો અને બહાર સપાટી ઉપર આવતો અને એક ડૂબકી બાદ બહાર નહી આવેલ પણ રાહદારીઓએ જોયોહતો જે અંગેની વાત વાયુવેગે ફેલાતા પંથકના લોકો ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતાં જ્યાં તલોદ મામલતદાર અગરસિંહ ચૌહાણ તથા તલોદ પી.એસ.આઇ. બી. ડી. રાઠોડ કુમક સાથે દોડી પહોંચ્યા હતા. ઘટના જાણ કરવામાં આવતા પ્રાંતિજ અને હિંમતનગર ખાતે કરવામાં આવતા ફાયર ફાઇટરોની ટીમ પણ વાવ ખાતેના ઘટના સ્થળે દોડી પહોંચી હતી.

કેનાલમાં ડૂબેલા દશરથ નાડિયાને શોધીને બહાર કાઢી બચાવી લેવાના પ્રયાસોમાં સ્થાનિક તરવૈયાઓને સફળતા નહીં મળતા હિંમતનગર ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી જે ટીમના ફાઇટરોએ કેનાલમાં પડીને દશરથના મૃતદેહને શોધી કાઢી બહાર કાઢ્યો હતો. અહીં સ્થાનિક તરવૈયાઓપ્રાંતિજ અને હિંમતનગરના ફાયર ફાઇટરોએ સંકલન સાધવીને સફળ કામગીરી બજાવી હતી.

(4:39 pm IST)