Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ખેડબ્રહ્મા પોલીસે બસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકીંગ કરી રાજસ્થાનના શખ્સને ચોરીના બાઈક સાથે ઝડપી પાડયો

ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા પોલીસ બસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ કરતી હતી ત્યારે એક ઈસમ રાજસ્થાન બાજુથી બાઈક લઈને આવતા તેમનું ચેકિંગ કરતા તે બાઈક ચોરી હોવાનું જણાતા પોલીસે વધુ કડક રીતે પુછતા તેણે બીજી પાંચ બાઈકો તેના સાગરીત સાથે ચોરી હોવાનું જણાવેલ પોલીસે રૂ. ,૧૦,૦૦૦ની બાઈકો અને આરોપીને પકડી પાડી જેલ ભેગો કર્યો હતો.

પી.એસ.આઈ. વિશાલ પટેલ તેમજ સ્ટાફ સતત પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ખેડબ્રહ્મા બસસ્ટેશન પાસે બાઈકોનું અને ગાડીઓનું ચેકિંગ ચાલુ હતુ તે દરમિયાન રાજસ્થાન તરફથી એક ઈસમ બાઈક લઈને આવતાં તેની પાસે કોઈ કાગળ હોવાથી તેમજ પોલીસે પોકેટકોપ મોબાઈલથી શર્ચ કરતા તે બાઈક ચોરી હોવાનું જણાતા પોલીસે કડક હાથે પૂછતા તેણે રાજસ્થાનની મોટરસાઇકલ ચોરીઓ કરતી ગેંગનો કિરણભાઈ ઉર્ફે કિરયો દોલકાભાઈ પારઘી (.. ૨૫ રહે. સડા તા. કોટડા છાવણી જિ. ઉદેયપુર)નો હોવાનું જણાવ્યું હતું. પોલીસે વધુ પૂછપરછ કરતા તેના સહ આરોપી જેથાભાઈ પારઘી (.. ૨૫ રહે. સડા તા. કોટડા છાવણી જિ. ઉદેપુર)નો હોવાનું જણાયું હતું. પોલીસે વધુ પૂછપરછ કરતા તેના સહ આરોપી જેથાભાઈ પારથી (રહે. વડલા તા. કોટડા) તથા દેવાભાઈ પારઘી (રહે. સડા) ચોરી કકરેલ લાવેલ છે. જે એક બાઈક ગઢડા શામળાજીથી તેમજ બીજા બાઈકો બનાસકાંઠામાંથી ચોર્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી બાઈકો રૂ. ,૧૦,૦૦૦ના પકડી પાડયા હતા અને આરોપીને જેલ ભેગો કર્યો હતો.

(4:39 pm IST)