Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ગાંધી આશ્રમ વિકાસ પ્રોજેકટમાં ઓ.એસ.ડી. પદે આઇ.કે.પટેલ

રાજકોટ, મોરબી, ખેડા, નર્મદામાં યાદગાર ફરજ

રાજકોટ,તા. ૮ :  રાજય સરકારે અઠવાડીયા પહેલાના ખેડાના જિલ્લા કલેકટર પદેથી નિવૃત્ત થયેલા આઇ.કે. પટેલની ગાંધી આશ્રમ મેમોરીયલ પ્રોજેકટની વહીવટી સમિતિમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે એક વર્ષ માટે નિમણુંક કરી છે. સરકારે કરોડોના ખર્ચે ગાંધી આશ્રમનો વિકાસ પ્રોજેકટ હાથ ધર્યો છે.

આઇ.કે. પટેલ અગાઉ રાજકોટમાં અધિક કલેકટર અમદાવાદમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર, ખેડા નર્મદા અને મોરબીમાં જિલ્લા કલેકટર પદે ફરજ બજાવી ચુકયા છે.

(3:46 pm IST)