Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

અમદાવાદ સ્થિત ડિરુપ્ટિયમ સ્ટાર્ટ-અપ આઈડિયાઝનું સંવર્ધન કરવા અને ભંડોળ પૂરૂ પાડશે

ડિરુપ્ટિયમ તેના પહેલા ત્રણ જૂથમાં ૨૫ સ્ટાર્ટ-અપ્સને શોધવા અને તેને આગળ લઈ જવા ધારે છે

અમદાવાદ, તા.૮: અનેક સંભવિત બિલિયન ડોલર સ્ટાર્ટ-અપ આઈડિયાઝ ભંડોળ, યોગ્ય સહસ્થાપકોની ટીમ, નેટવર્ક સુધી પહોંચ, પ્રોડકટ, ટેક, માર્કેટિંગ અને ગ્રોથ જેવા સંસાધનોના અભાવે શરૂ થતા પૂર્વે જ બંધ થઈ જતા હોય છે. સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમમાં રહેલી સમસ્યાઓના નિવારણ માટે, સ્ટાર્ટ-અપ આઈડિયાઝને પાયાના સ્તરેથી યોગ્ય માર્ગદર્શન થકી આગળ લઈ જઈને માર્કેટ રેડી બનાવવા અને ભંડોળ મેળવવાના ઉદ્દેશ્યથી અમદાવાદ સ્થિત ડિસ્ર્પ્ટવકર્ઝ ઈન્ફોલેબ્સ પ્રાઈવેટ લિમિટેડે પોતાની કામગીરી શરૂ કરી છે.

યશ શાહ, કપિલ મથરાની અને ઈશિત દેસાઈ દ્વારા સહસ્થાપિત ડિસ્ર્પ્ટવકર્ઝ ઈન્ફોલેબ્સ પ્રાઈવેટ લિમિટેડ (ડિસ્ર્પ્ટિયમ) સ્ટાર્ટ-અપ્સ અને વ્યકિતગત રોકાણકારો અને વેન્ચર ફંડ્સને પિચ ડેક ક્રિએશન, ડિજિટલ અને ઓફલાઈન માર્કેટિંગ, ગ્રોથ હેકિંગ, બિઝનેસ મોડેલિંગ અને પ્લાનિંગ, ફંડરેઝિંગ, ટેક ડેવલપમેન્ટ સહિતની તમામ પ્રકારની કન્સલ્ટન્સી સર્વિસીઝ પૂરી પાડશે. ડિસ્ર્પ્ટિયમ હાલ કન્ઝયુરમર ટેક, ફિનટેક, ઈ-કોમર્સ અને એજયુ-ટેક સેકટર્સમાં પાંચ સ્ટાર્ટ-અપ ધરાવે છે અને ૨૦૨૧-૨૨ના બીજા ત્રિમાસિક ગાળામાં તેમને લોન્ચ કરવાની યોજના ધરાવે છે.

આગળ જતાં ડિસ્ર્પ્ટિયમ તેના પહેલા ત્રણ જૂથમાં ૨૫ સ્ટાર્ટ-અપ્સને શોધવા અને તેને આગળ લઈ જવા ધારે છે. આ ઉપરાંત, તે પ્રવર્તમાન ૧,૦૦૦થી વધુ કંપનીઓને સેવા પૂરી પાડવા ઈચ્છે છે. રોકાણકારો માટે કંપની કામગીરીના પહેલા ૧૮ મહિનામાં ૧૦૦ સ્ટાર્ટ-અપ્સને ભંડોળ પૂરી પાડવા માંગે છે જે પૈકી ૩૦ સ્ટાર્ટ-અપ્સને તેના પોતાના ફંડથી મદદ પૂરી પાડવામાં આવશે. આગામી ફંડ સાઈઝ રૂ. ૫૦ કરોડ હશે જે ૨૦૨૨માં એકત્રિત કરાશે.

(3:14 pm IST)