Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

વિધાનસભા ચૂંટણી -૨૨ માટે 'ચાર્જિંગ' વેકિસનના ડોઝ અપાશે

ભાજપમાં પદવાંચ્છુઓને આ દિવાળી ફળશેઃ બોર્ડ, નિગમોમાં નિમણૂકોની તૈયારી

મિશન -૧૮૨ માટે નવા પદાધિકારીઓને પાંચ રાજ્યોની ચૂંટણીમાં ઉતારાશે

અમદાવાદ,તા. ૮ : ભાજપમાં નો- રિપિટ થિયરીમાં પાલિકા- પંચાયત અને સંગઠનમાંથી પડતા મુકાયેલા અને વર્ષોથી કદરની અપેક્ષા રાખતા કાર્યકરો, નેતાઓને આ વર્ષે નવરાત્રિ- દિવાળી ચોક્કસ ફળશે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી- ૨૦૨૦માં મિશન- ૧૮૨ને પાર ઉતારવા આવા પદવાંચ્છુઓને સરકારના બોર્ડ- નિગમોમાં નિયુકિતઓના ચક્રો ગતિમાન થઈ ચૂકયા છે.

કોરોના સામે દેશભરમાં ચાલી રહેલા વેકિસનેશન વચ્ચે રાષ્ટ્રીય સ્તરે ભાજપમાં વર્ષ ૨૦૨૨ના ઉત્ત્।રાર્ધમાં પાંચ રાજયોમાં વિધાનસભા ચૂંટણી પૂર્વેની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અહીં ગુજરાતમાં ડિસેમ્બર- ૨૦૨૨ની ચૂંટણીઓને ધ્યાને રાખી તાલુકા સ્તર સુધી નવા સંગઠનોની રચના, સરકારી કમિટીઓમાં નિમણૂંકો બાદ બોર્ડ- નિગમોમાં નિમણૂંકોથી નેતા- કાર્યકરોને ચાર્જ કરવાનો તખતો તૈયાર થઈ ચૂકયો છે.

આગામી ત્રણેક મહિનામાં ૩૨થી વધુ બોર્ડ- નિગમોમાં ૮૪થી વધુ પદાધિકારીઓની નિયુકિતઓ માટે સરકાર- સંગઠન આગળ વધી રહ્યુ છે. જો કે, ભાજપ સંગઠનમાં ટોચના આગેવાનો આ મુદ્દે સત્ત્।ાવારપણે હાલ કંઈ બોલવા તૈયાર નથી પરંતુ, ઉત્ત્।રપ્રદેશ, પંજાબ, ઉત્ત્।રાખંડ, હિમાચલ પ્રદેશ અને ગોવામાં યોજનારી વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં અનેક પદવાંચ્છુઓને બોર્ડ- નિગમોમાં નિમણૂંક માટે ગ્રાઉન્ડ લેવલથી પ્રક્રિયા શરૂ કરી છે. જેથી આ પાંચેય રાજયોમાં વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં બોર્ડ- નિગમમાં નિયુકત પદાધિકારીઓને પ્રકિટસ માટે ઉતારવામાં સરળતા રહે.

ગુજરાત ભાજપમાં સામાન્યતઃ વિધાનસભા ચૂંટણીઓ પૂર્વેના એક વર્ષ દરમિયાન બોર્ડ- નિગમોમાં નિયુકિત થતી રહી છે. છેલ્લે વર્ષ ૨૦૧૭ની ચૂંટણીઓ પહેલા સામાજીક ક્ષેત્રોના વિકાસના ઉદ્દેશ્યો સાથે જોડાયેલા બોર્ડ- નિગમોમાં ભાજપમાંથી નિયુકિત કરવામાં આવી હતી. જેની મુદ્દત વર્ષ ૨૦૨૦માં પૂર્ણ થઈ છે.

પંચાયત- પાલિકાની ચૂંટણીઓમાં નવા ચહેરાઓને મહત્વ આપ્યા બાદ ૧૪ મહિના પછી યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાને રાખીને બોર્ડ- નિગમોના ચહેરાની પસંદગી થશે. સરકારમાં મહત્વની જવાબદારી સંભાળતા નેતાએ કહ્યુ કે, બિન અનામત આયોગ જેવા બોર્ડ અને નિગમમાં જાહેરક્ષેત્રના પદાધિકારીઓના અભાવે સરકારી યોજનાઓના સંચાલન- અમલને પણ અસર થઈ છે આથી, ખાલી પડેલી જગ્યાઓ ઉપર નિયુકિતની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે.

(11:14 am IST)