Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ગુજરાતના ૭૧.૫૪ લાખ પરિવારોને મફત ઘઉં, ચોખા : આ માસનું વિતરણ સંભવત શુક્રવારથી

વડાપ્રધાન મોદીની જાહેરાત મુજબ સતત ૭ માસ લાભ મળશે

રાજકોટ,તા. ૮ : વડાપ્રધાનશ્રી મોદીની જાહેરાત મુજબ ગુજરાતના ૭૧.૫૪ લાખ પરિવારોને રેશનકાર્ડ પર મળતા રાહતદરના અનાજ ઉપરાંત મેથી જૂન સુધી વિનામૂલ્યે ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવશે. આ મહિનાનું વિતરણ તા. ૧૧ થી શરૂ કરવાની સરકારની ગણતરી છે. તારીખ એક -બે દિવસમાં જ જાહેર થશે. રેશનકાર્ડ ધારકોને તેનો લાભ મળી શકશે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત  વ્યકિત દિઠ ૩ાા કિલો ઘઉં અને ૧ાા કિલો ચોખા મળીને વ્યકિત દિઠ કુલ ૫ કિલો અનાજ વિનામૂલ્યે મળવાપાત્ર છે. રેશનકાર્ડના છેલ્લા આંક મુજબના દિવસે વિતરણની વ્યવસ્થા રહેશે. રાજ્યમાં આ યોજના હેઠળ કુલ લાભાર્થીઓની સંખ્યા ૩ાા કરોડ જેટલી છે.

(11:13 am IST)