Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

દૂધસાગર ડેરી હવે હિમાચલ પ્રદેશમાં સ્થાપશે પ્લાન્ટ : હિમાચલ અને હરિયાણામાં પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી

દૂધસાગર ડેરીના હરિયાણા સ્થિત દૂધ માનસાગર ડેરીમાં 'રબડી'નું પ્રોડકશન શરૂ

અમદાવાદ :મહેસાણાની દૂધસાગર ડેરી હવે પોતાની આગામી પ્લાન્ટ હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં સ્થાપવા જઈ રહી છે. આ પ્રદેશોમાં ડેરી ઉદ્યોગનો વિકાસ નહીવત હોવાથી દૂધસાગર ડેરી મહત્વનો નિર્ણય કર્યો છે. હવે આગામી સમાયમાં હિમાચલ પ્રદેશમાં દૂધસાગર ડેરી પોતાના કારોબાર વધારવા જઈ રહી છે

    દૂધ સાગર ડેરી દ્વારા કરવામાં આવેલા આ પહેલને પગલે હિમાચલ અને હરિયાણામાં પ્લાન્ટ માટેની મજૂરી પણ મળી ગઈ છે જો વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશ પહાડી વિસ્તારોથી ઘરેયેલું છે જેથી ત્યારે ડેરી ઉદ્યોગનો જોઈએ એવો વિકાસ થઈ શક્યો નથી જેથી હવે દૂધસાગર ડેરીએ હિમાચલ પ્રદેશમાં ડેરી ઉદ્યોગને વિસ્તારવાનો નિર્ણય કર્યો છે.

   મહેસાણા દૂધસાગર ડેરીના હરિયાણા સ્થિત દૂધ માનસાગર ડેરીમાં 'રબડી'નું પ્રોડકશન શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, દેશના ઉત્તરીય રાજ્યો પૈકી રાજસ્થાન, ઉત્તરપ્રદેશ તેમજ દિલ્હીમાં સ્વાદપ્રિય લોકો ગરમ જલેબી સહિત વિવિધ મિઠાઈઓ સાથે 'રબડી' આરોગતા વધુ જવા મળે છે. અમૂલ બ્રાન્ડના નામે તૈયાર કરવામાં આવતી આ 'રબડી'ની વિશેષતા એ છે કે, 'રબડી'માં ઘટ દૂધ અને ખાંડના સિવાય કોઈ પ્રેઝરવેટિવનો ઉપયોગ કરવામાં આવતો નથી.

  દૂધસાગર ડેરીના હરિયાણા સ્થિત પ્લાન્ટમાં તૈયાર થતી 'રબડી'માં શુદ્ધતા અને પારંપરિક મિઠાઈનો સંપૂર્ણ હેતુ જાળવવામાં આવે છે. જો કે, પ્રાથમિક તબક્કામાં બજારમાં મુકાયેલ અમૂલ રબડીનું ગુજરાત, દિલ્હી, એનસીઆર તેમજ મુંબઈના કેટલાક આઉટલેટ્સ પર વેચાણ થતું હતું. દૂધની વિવિધ બનાવટનું ઉત્પાદન કરતી મહેસાણાની દૂધસાગર ડેરી દિલ્હીમાં અમૂલ બ્રાન્ડના નામે ઠંડી 'રબડી'ની બનાવટ શરૂ કરાતા જારમાં તેની પણ ડિમાન્ડ વધી છે.

  દૂધસાગર ડેરી મહેસાણા જિલ્લામાં આવેલી એશિયા ખંડની સૌથી મોટી ડેરી માનવામાં આવે છે તેમજ દૂધસાગર ડેરી વાર્ષિક હજારો કરોડોનું ટન ઓવર ધરાવે છે આ ડેરી દુધ ઉત્પાદકો દ્વારા સહકારી ધોરણે ચલાવવામાં આવે છે. દૂધસાગર ડેરી દૂધ ઉત્પાદન ઉપરાંત પશુ કલ્યાણ કાર્યક્રમો પણ ચલાવે છે દૂધની બનાવટો, પશુઓના દાણ માટેનું દાણ,માંદા પશુઓની સારવાર, પશુપાલન વિશે માર્ગદર્શન, સંવર્ધનની કામગીરી જેવાં અનેક કાર્યો પણ દૂધ સાગર ડેરી દ્વારા કરવા આવે છે

(10:58 am IST)