Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી મહિલા હેલ્પ લાઈનની ટીમે બાળલગ્ન અટકાવ્યા

દિકરીની પુછ પરછ કરતા 15 વર્ષીય હોવાનું ખુલતા તેના માતા-પિતાને સમજ આપીને પોલીસ સ્ટેશન સોંપ્યા

અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં બાળલગ્ન થઈ રહ્યા હોવાની જાણ મહિલા હેલ્પ લાઈનની ટીમને થતા ઘટના સ્થળ પર પહોંચીને દિકરીના માતા પિતાને પુછપરછ કરતા ઉંમરના કોઈ પુરાવા મળી આવ્યા ન હતા. જેથી લગ્ન કરનાર દિકરીની પુછ પરછ કરતા 15 વર્ષીય હોવાનું સામે આવતા તેના માતા-પિતાને સમજ આપીને પોલીસ સ્ટેશન સોંપ્યા હતા. બાળલગ્ન સમાજ સુરક્ષા અધિકારીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી.

મહિલા હેલ્પ લાઈનની ટીમને એક અજાણ્યા શખ્સે ફોન કરીને પૂર્વ વિસ્તારમાં બાળ લગ્ન થઈ રહ્યો હોવાની જાણ કરી હતી. જેથી શાહીબાગ મહિલા પોલીસ સ્ટેશનની મહિલા હેલ્પ લાઈનની ટીમ પહોંચી ત્યારે જાન આવી ચુંકી હતી અને જમણવાર પૂરો પણ થઈ ગયો હતો.

લગ્ન મંડપમાં દિકરીના પિતા સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, દિકરીને મંડપમાં લાવવાનો સમય નજીક આવી ગયો છે. મંડપમાં હાજર દીકરીએ તેની ઉંમર 15 વર્ષ હોવાની જાણ કરી હતી. જેથી માતા-પિતા પાસે વર-કન્યાના ઉંમરના પૂરાવાની માંગણી કરી હતી. જો કે કોઈ પુરાવા મળ્યા ન હતા. બીજી બાજુ દિકરીએ પોતાની ઉંમર 15 વર્ષ હોવાથી તેના માતા- પિતાને બાળલગ્નના કાયદાની માહિતી આપીને સામાજીક રીતે થતાં કુરીવાજોમાં આ બાળલગ્ન તેમની દિકરી માટે નુકશાન કારક છે તેવી માહિતી આપીને બાળકી અને તેના માતા-પિતાને પોલીસ સ્ટેશન સોંપ્યા હતા.

(12:59 am IST)