Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

અમદાવાદના રોડ પર AMTS-BRTS બસો દોડી: પહેલા દિવસે 7.02 લાખની આવક

AMTSની બસોમાં 44,731 મુસાફરો અને BRTSની બસોમાં 28,263 મુસાફરોએ લાભ લીધો

અમદાવાદ શહેરમાં કોરોના મહામારીના કારણે તકેદારીના ભાગરૂપે છેલ્લા ત્રણ મહિનાથી AMTS અને BRTSની બસો બંધ હતી પણ કોરોનાનું સંક્રમણ ઘટતાં આજથી અમદાવાદ શહેરના રોડ ઉપર AMTS અને BRTSની બસો દોડી હતી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને પ્રથમ દિવસે રૂ.7.02 લાખની આવક થઈ હતી. આજે AMTSની બસોમાં 44,731 મુસાફરો અને BRTSની બસોમાં 28,263 મુસાફરોએ લાભ લીધો હતો.

AMTSના ચેરમેન વલ્લભભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિના બાદ AMTS અને BRTS શરૂ થતાં આજે નાગરિકોએ લાભ લીધો હતો.

આજે પહેલા દિવસે AMTSને 3.45 લાખ આવક થઈ હતી. જ્યારે BRTSને 3.57 લાખ આવક થઈ હતી. AMTSની 300 બસમાં 44731 મુસાફરોએ મુસાફરી કરી હતા જેમાં 3.45 લાખ આવક થઈ હતી. જ્યારે BRTSમાં 28263 મુસાફરોએ મુસાફરી કરતા 3.57 લાખ આવક થઈ હતી.

(12:56 am IST)