Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

રાજ્યમાં ચૂંટણી પહેલા 9 મામલતદારોને બઢતી:જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી તરીકે આપી નવી જવાબદારી

મહેસાણા, ભાવનગર, પંચમહાલ, ગાંધીનગર, નડિયાદ ખેડા, અમદાવાદ, પાટણ અને સુરત જિલ્લાના એક-એક મામતદાર

અમદાવાદ :ગુજરાતના  9 જેટલા મામલતદારોને બઢતી આપવામાં આવી છે. બઢતી આપી ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં બઢતી અપાઈ છે. માંમલતદારોને બઢતી આપવામાં આવી છે. મોટાભાગના અધિકારીઓને નવી જવાબદારી તરીકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીના પદ પર નિમણૂક કરાઈ છે. જો કે, ચૂંટણી પહેલા જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી તરીકે આ મોટી બદલી કહી શકાય

 ગુજરાતમાં 9 મામલતદાર અધિકારીઓને બઢતી આપીને અલગ-અલગ જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે નવી જવાબદારી સોંપાઈ છે. આ બઢતીની એક યાદી પણ જાહેર કરાઈ છે. મામલતદાર વર્ગ-2ના પગાર સ્કેલ પરથી બઢતી આપી વર્ગ-1ના પગાર સ્કેલ પર નવી જવાબદારી સોંપવામાં આવી છે.જે મામલતદારોને બઢતી આપવામાં આવી છે તેમા મહેસાણા, ભાવનગર, પંચમહાલ, ગાંધીનગર, નડિયાદ ખેડા, અમદાવાદ, પાટણ અને સુરત જિલ્લાના એક-એક મામતદારનો સમાવેશ થયો છે.

(11:40 pm IST)