Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

નર્મદા જિલ્લામાં સોમવારે ૦૨ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૦૨ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં સબ જેલ ૦૧ તથા નાદોદ તાલુકામાં વરખડ ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૦૨ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૦૧ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૦૩ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૬ દર્દી દાખલ છે. આજે ૦૩ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૪૨૦૪ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૪૨૭૭ પર પહોચ્યો છે.આજે વધુ ૧૦૪૬ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:37 pm IST)