Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

સવા વર્ષ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે : ઓન લાઈન ટિકિટ બુકિંગ થશે

લાંબી બેકારી બાદ ત્યાં નાની મોટી રેંકડી ચલાવતા કે હોટલ સંચાલકો એ પુનઃ ધંધો કરવા તૈયારી કરી લીધી છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડીયા કોલોનીમાં કોરોના કેસો વધતા સ્ટેચ્યું ઓફ યુનિટી માટે ટિકીટ બુકીંગ લેવાનું બંધ કરી દેવાયુ હતું.પરંતુ હવે મંગળવાર આઠ જૂનથી સ્ટેચ્યું ઓફ યુનિટીનું ફરી ઓન લાઈન ટિકિટ નું બુકિંગ શરૂ થશે
 કોરોનાના કેસો વધવાના કારણે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યું ઓફ યુનિટીની ઓનલાઇન ટિકિટ પણ બંધ કરવામાં આવી હતી.પણ જે લોકોએ એડવાન્સ ટિકિટ બુક કરાવી હતી તેમણે પ્રવેશ આપવામાં આવ્યો હતો. લગભગ એક મહિનાથી સુધી કોરોના કેસ વધતા નવું બુકિંગ લેવામાં આવતું ન હતું,પરંતુ હવે કોરોનાના કેસો ઘટવાના કારણે ફરીથી સ્ટેચ્યું ઓફ યુનિટી શરૂ થાય તેવા પ્રયાસો શરૂ થઇ ગયા છે આજરોજ મંગળવાર 8 જૂનનાથી સ્ટેગ્યુ ઓફ યુનિટી ઓન લાઈન ટિકિટ બુકિંગ શરૂ થઈ જશે ત્યારે પ્રવાસીઓની આવવાની શકયતાઓ ધ્યાનમાં રાખીને હવે નાની મોટી રેંકડી ચલાવનારાઓ અને હોટલ સંચાલકો પણ તૈયારીમાં લાગી ગયા છે . છેલ્લા સવા વર્ષથી કોરોનાના કારણે સ્ટેગ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલા હોટલ ઉદ્યોગ નાના - મોટા નાસ્તાના ગલ્લા વાળાઓને બેકારી અનુભવી રહ્યા હતા જેંમાં હોટલોમાં પગાર આપવાના પણ ફાંફા પડ્યા હતા ત્યારે આજથી પ્રવાસીઓ માટે કોવિડ ગાઈડ લાઈન પ્રમાણેની વ્યવસ્થા શરૂ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરી પ્રવાસીઓ માટે ખુલ્લું થનાર હોવાથી લોકોમાં લાંબા સમય બાદ અહીયા આવવા ઉત્સુકતા જણાઈ રહી છે

(10:37 pm IST)