Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

પારડીમાં લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે જુમ્યા ત્યાં પોલીસ પહોંચી : કન્યાના પિતા અને ડીજે સંચાલકની અટકાયત

લગ્નની કોઈ પણ જાતની પરવાનગી લેવામા પણ નહિ આવી નહોતી.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખુંટેજ ગામના ભગત ફળિયામાં ગઈ મોડીરાત્રે એક લગ્ન પ્રસંગ હતો. કન્યાપક્ષના લગ્ન પ્રસંગમાં માંડવા નીચે ડીજે પાર્ટીની તૈયારી ચાલી રહી હતી. ડીજે સિસ્ટમ ફૂલ વોલ્યુમથી ચાલુ કરવામાં આવ્યું હતું અને જાનૈયાઓ અને કન્યા પક્ષના લોકો ડીજેના તાલે ઝૂમવા માંડવા નીચે મોટી સંખ્યામાં એકઠા થયા હતા.

તે વખતે જ વલસાડ જિલ્લાની પારડી પોલીસને જાણ થતાં જ તાત્કાલિક પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને ડીજેની ધૂન પર જાનૈયાઓએ નાચવા તૈયારી કરી અને થનગની રહ્યા હતા. એ વખતે જ પોલીસ ત્રાટકતા થોડા સમય સુધી માંડવા નીચે દોડધામ મચી ગઇ હતી જોકે પોલીસે યજમાન પરિવારના સભ્યોને પૂછપરછ કરતા લગ્નની કોઈ પણ જાતની પરવાનગી લેવામા પણ નહિ આવી નહોતી.

સાથે જ covid-19ની ગાઇડ લાઇનનો પણ ભંગ કરી અને લગ્ન પ્રસંગમાં મર્યાદિત સંખ્યા કરતાં વધુ સંખ્યામાં લોકોને એકઠા કરી ડીજે પાર્ટી યોજાવા જઈ રહ્યા હતા આથી પોલીસે સમગ્ર વાતને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહીના ભાગરૂપે લગ્નના આયોજક કન્યાના પિતા જવાહરભાઈ ચંદુભાઈ પટેલ અને ડીજે સંચાલક એવા દમણના યશવંતભાઈ લખમણભાઇ ઘાલનાયક ની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી હતી.

પોલીસે બંનેની અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સાથે જ પોલીસે ડીજે સિસ્ટમ પણ કબ્જે કરી કોવિડ-19ની ગાઇડલાઇન ભંગ બદલ ડીજે સંચાલક અને લગ્ન આયોજક ને કાયદાનું ભાન કરાવવા કડક કાર્યવાહી હાથ ધરી હતી

(10:14 pm IST)