Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

રાજ્યમાં આગામી 5 દિવસ છૂટોછવાયો વરસાદ વરસશે : સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી માહોલ રહેશે

સુરત, તાપીમાં છૂટોછવાયો વરસાદ પડશે: ડાંગ, નર્મદા, ભરૂચ, વડોદરામાં વાદળછાયું વાતાવરણ રહેશે: હવામાન વિભાગની આગાહી

અમદાવાદ : રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ છૂટોછવાયો વરસાદ પડશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી માહોલ રહેશે. તો દક્ષિણ ગુજરાતમાં ફણ છૂટોછવાયો વરસાદ પડશે. સુરત, તાપીમાં છૂટોછવાયો વરસાદ પડશે. ડાંગ, નર્મદા, ભરૂચ, વડોદરામાં વાદળછાયું વાતાવરણ રહેશે. દાહોદ, પંચમહાલ, ખેડા, અમદાવાદમાં વરસાદની સંભાવના છે. તો ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં પણ વરસાદ થશે. જ્યારે વલસાડ, નવસારી, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે

(9:47 pm IST)