Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

બનાસકાંઠા એલ.સી.બી.ની ટીમનો સપાટો : રૂ.૧.૫૮ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

થરાદ પોલીસ મથક વિસ્તારમાંથી એલસીબી ની ટીમે સ્વિફ્ટ ગાડીમાંથી ઝડપી પાડ્યો દારૂ

બનાસકાંઠા એલ.સી.બી સ્ટાફના માણસો વાવ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલસીબી પી.આઈ એચ.પી.પરમારને બાતમી મળેલ કે એક સ્વીફ્ટ ગાડી માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પસાર થવાનો છે. જે આધારે એક સ્વીફ્ટ ગાડી પકડી પાડી સ્વીફ્ટ ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૩૯૪ કિ.રૂ.૧,૫૮,૬૦૦ તથા ગાડીની કિ.રૂ.૪,૦૦,૦૦૦ તથા મોબાઈલ-૧ કી રૂ.૫૦૦ એમ કુલ મુદામાલ કિ.રૂ.૫,૫૯,૧૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક (૧)ભરતભાઈ દયારામભાઈ ઠાકોર( રહે.અસાણા તા.ભાભર) તથા માલ ભરાવનાર (૨)લાલો મારવાડી (રહે.વિરોલ. સાંચોર જી.જાલોર રાજસ્થાન ) તથા માલ મંગાવનાર (૩)રમેસભાઇ મીરાસી (રહે.રાધનપુર જી.પાટણ ) ના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(9:13 pm IST)