Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

લીમખેડા પાસે ભાભીનું દિયરે દાતરડા વડે કરેલ ઘાતકી હત્યા

દાહોદના લીમખેડાના પાણિયા ગામમાં બનાવ : હત્યા કર્યા બાદ આરોપી દિયર ફરાર થયો : પોલીસે પ્રેમ પ્રકરણ સહિતના કારણોને ધ્યાનમાં રાખી તપાસ આરંભી

અમદાવાદ,તા. ૮ : રાજ્યમાં દિવસે ને દિવસે હત્યાના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. સમાજમાં એવા એવા બનાવો બની રહ્યા છે કે, લોકોની માનસિકતા સામે હવે ગંભીર સવાલો જન્મી રહ્યા છે ત્યારે દાહોદમાં લીમખેડાના પાણિયા ગામે એક દિયરે પોતાની ભાભીની હત્યા કરી નાખી હતી. દાહોદમાં વહેલી સવારમાં કુદરતી હાજતે ગયેલી ભાભીનું માથું દિયરે દાતરડાથી વાઢી નાંખતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. બીજીબાજુ, ભાભીની હત્યા કર્યા બાદ આરોપી દિયર ફરાર થઇ ગયો હતો. હાલ દાહોદ પોલીસે સમગ્ર પ્રકરણમાં પ્રેમ સંબંધ સહિતના કારણોને ધ્યાનમાં રાખી તપાસનો દોર આગળ ધપાવ્યો છે અને આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. દાહોદમાં દિયરે ભાભીની હત્યા કરી નાંખવાના બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી. આ ઘટનામાં દિયરે ભાભીની આટલી નિર્દયી રીતે હત્યા કેમ કરી તે જાણી શકાયું નથી. બીજીબાજુ, બન્ને વચ્ચે પ્રેમ સંબંધના કારણે દિયરે ભાભીની હત્યા કરી કે કેમ તે સહિતની અનેક અટકળો અને તર્ક-વિતર્કો વહેતા થયા છે. પોલીસે પણ તમામ થિયરી અને આશંકાને ધ્યાનમાં લઇ હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ, દાહોદના લીમખેડાના પાણિયા ગામે સવારમાં કુદરતી હાજતે ગયેલી ભાભીની હત્યા કરવા માટે દિયરે મોકોનો ફાયદો ઉઠાવીને તેના પાછળ પાછળ ખેતરમાં ગયો હતો. ત્યાં સમયનો લાગ જોઇ આરોપી દિયરે ભાભીનું માથું દાતરડા વડે વાઢી નાખ્યું હતું. આરોપી દિયર ઘટનાને અંજામ આપ્યા બાદ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ ઘટનાની જાણ જ્યારે ગામ લોકોને થતા ખેતરમાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ત્યારબાદ સ્થાનિક લોકોએ ઘટનાની જાણકારી પોલીસને આપી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ આરંભી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોતાના કબજામાં લઇને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. હત્યારા દિયરને પકડવા દાહોદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે, આ સમગ્ર બનાવને લઇ પંથકમાં ભારે ચકચાર અને અરેરાટી મચી ગઇ હતી.

(9:09 pm IST)
  • રાહુલ ફરી આકરા મૂડમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધ્યક્ષપદ છોડવા મક્કમ બનેલ રાહુલ ગાંધીએ ફરી આગ ઝરતુ નિવેદન કર્યુ છે : તેમણે કહ્યું કે, મોદીની પ્રચાર ઝુંબેશમાં જુઠ્ઠાણા, ઝેર, ધીક્કાર અને દેશના લોકોમાં ભાગલા પડાવવાનું ભરપૂર માત્રામાં સામેલ રહેલ છે access_time 5:47 pm IST

  • છોટાઉદેપુરમાં ભાજપના નેતાઓ દ્વારા તલવાર વિતરણ :સોશ્યલ મીડિયામાં ફોટો વાઈરલ થતા ચકચાર : સાંસદ ગીતાબેન રાઠવા અને જિલ્લા પ્રમુખ જશુભાઈ રાઠવાએ તલવારનું વિતરણ કર્યું હોય તેવા ફોટા વાયરલ access_time 1:13 am IST

  • રાજકોટથી મુંબઈ જતી એર ઈન્ડિયાની વિમાની સેવા હવે અઠવાડીયામાં ૩ દિવસ જ ઉડશે : જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે ૯૦ દિવસ માટે આ કાપ ઝીંકાયો છે : મંગળ - ગુરૂ - શનિવારે ફલાઈટ ચાલુ રહેશે access_time 5:48 pm IST