Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ઇડરમાં છેડતી પ્રકરણમાં જુથ અથડામણ : ૪ ગંભીર

સાબરકાંઠાઃ ઇડરમાં યુવતીની છેડતી કરવા બાબતે જુથ અથડામણ સર્જાઇ હતી. જેમાં ૪ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગેની જાણ ઇડર પોલીસને થતા તાત્કાલીક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ૧૪ સહિત ૧૦૦ના ટોળા સામે  ફરીયાદ નોંધી છે. ત્યારે આ ઘટનામાં ૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહીતી અનુસાર ઇડરના પાંચ હાટડીયા વિસ્તારમાં આવેલી લિંબડીયા વાસમાં રહેતી એક યુવતીની છેડતી ભોઇવાડામાં રહેતા યુવકે કરી હતી. જે બાબતે ઠપકો આપતા મામલો બીચકયો અને બે અલગ અલગ જુથના લોકો આમને સામને આવી ગયા હતા. મામલો એટલો બીચકયો હતો કે બંન્ને પક્ષો સામસામે પથ્થર મારો કર્યો હતો. જેમાં ૪ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

બંન્ને પક્ષોમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ હોવાથી ઇડર પોલીસે હિંમતનગર એલસીબી તથા અન્ય સ્ટાફે મદદ માટે ઘટના સ્થળે બોલાવવા માટેની ફરજ પડી હતી.

(6:04 pm IST)