Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

વાપીની હ્યુબર ગૃપ ઇન્ડિયા કંપનીને સરકારે બંધ કરાવી પર્યાવરણને નુકસાન મામલે એક કરોડનો દંડ ફટકાર્યો

સરકારને મળેલી ફરિયાદ બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મોટી કર્યવાહી

 

વાપી જીઆઈડીસીમાં આવેલી હ્યુબર ગૃપ ન્ડિયા પ્રા.લિ કંપનીને  સરકારે બંધ કરાવી છે. સરકારે કંપનીને પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ કંપનીને એક કરોડનો દંડ પણ ફટકાર્યો છે . કંપની પ્રિન્ટીંગ ઇન્ક, ટોનર પેસ્ટ, સિન્થેટીક રેઝીન, ઇન્ક વ્હિકલ, ટૉનર પેસ્ટ, વગરે જેવી પ્રોડક્ટસનું ઉત્પાદન કરે છે. કંપની દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ બાબતે સરકારને મળેલી ફરિયાદ સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે મોટી કાર્યવાહી કરી છે.

કંપની દ્વારા ઓદ્યોગિક કચરો જમીનમાં દાટવામાં આવતો હોવાની ફરિયાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને મળી હતી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ફરિયાદ બદલ 2 જૂનના રોજ સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. તપાસમાં સરકારને જાણવા મળ્યું હતું કે કંપનીએ મોટા પ્રમાણમાં ઓદ્યોગિક કચરો જમીનમાં 10 ફૂટ ઊંડો ખાડો કરીને નિકાલ કર્યો હતો.

પ્રદૂષણની માત્રાને ધ્યાનમાં રાખતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હ્યુબર ઇન્ડિયા કંપનીને પર્યાવરણ સુરક્ષા અધિનીયમન 1986 અંતર્ગત તાત્કાકિલ અસરથી બંધ કરવામનો હુકમ કરવામાં આવ્યો છે.

(9:11 am IST)