Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

વડોદરામાં દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળાનો ભરડો :ચાલુ માસના પ્રથમ સપ્તાહમાં 723 દર્દીઓ દાખલ

કારેલીબાગ સ્થિત ચેપીરોગની હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટયો

 

વડોદરામાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં કોર્પોરેશને દૂષિત પાણીનું વિતરણ કરતા પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. રોગચાળો ફાટી નીકળતા વડોદરાની ચેપી રોગની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે. કારેલીબાગ સ્થિત ચેપીરોગની હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટયો છે ચાલુ મહિનાના પ્રથમ સપ્તાહમાં 723 દર્દીઓ દાખલ થયા હતા

  કોર્પોરેશને 5 લાખ લોકોને છેલ્લા માસથી દૂષિત પાણીનું વિતરણ કરતા લોકોને કમળો, ઝાડા ઉલટીના રોગ થયા છે. જેથી લોકો સારવાર માટે ચેપી રોગની હોસ્પિટલમાં આવી રહ્યા છે. રોજના હોસ્પિટલમાં 150 થી 200 દર્દીઓ સારવાર લેતા હોવાથી દર્દીઓને કલાકો સુધી સારવાર માટે રાહ જોવી પડી રહી છે. ચેપી રોગના તબીબ પ્રિતેશ શાહ કહે છે કે, નિમેટામાંથી દૂષિત પાણીનું વિતરણ કરાતા લોકોને પાણીજન્ય રોગ થઈ રહ્યા છે.

મે મહિનામાં ચેપી રોગ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા મુજબ છે 

1 મે - 123 દર્દી

2 મે- 101 દર્દી

3 મે - 121 દર્દી

4 મે - 57 દર્દી

5 મે - 148 દર્દી

7 મે - 51 દર્દી

8 મે- 100 દર્દી

કુલ - 727 દર્દીઓ 

(12:01 am IST)