Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

આણંદ તાલુકાના મોગર ગામે બે પરિવારો બાખડ્યા:હિસંક મારામારીમાં એકની હત્યા: એકની હાલત ગંભીર

આણંદ:તાલુકાના મોગર ગામે આવેલા તળપદાવાસમાં આજે બે પરિવારો વચ્ચે થયેલી હિંસક મારામારીમાં આધેડની હત્યા કરી નાંખવામાં આવી હતી જ્યારે યુવકને ચપ્પાન ઘા મારતાં તેને સારવાર માટે ૧૦૮ મોબાઈલ વાન દ્વારા વાસદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે. ઝઘડો કયા કારણોસર થયો તે અંગે હજી સુધી બહાર આવ્યુ નથી. 

પ્રાપ્ત વિગતો અનુસાર આજે રાત્રીના નવેક વાગ્યાના સુમારે મોગર ગામના તળપદાવાસમાં બે પરિવારો વચ્ચે તકરાર થઈ હતી જેમાં બન્ને પક્ષો મારામારી પર ઉતરી આવ્યા હતા. કિરણભાઈ સોમાભાઈ તળપદા નામના ૨૬ વર્ષીય યુવાનને હાથ તેમજ માથાના ભાગે ચપ્પુ મારી દેતાં તે લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો જ્યારે ગણપતભાઈ એસ. તળપદાને પણ ગડદાપાટુનો માર માર્યો હતો તેમજ છાતીના ભાગે પણ લાત મારી દેતાં તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ વાસદ પોલીસ અને ૧૦૮ને કરવામાં આવતાં તેઓ આવી ચઢ્યા હતા અને તપાસ કરતાં ગણપતભાઈ મરણ ગયા હતા. 

(5:42 pm IST)