Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

અમદાવાદના ગોમતીપુરમાં શંકાશીલ યુવકે પત્નીના ગળા પર બ્લેડના ઘા મારી કરપીણ હત્યા કરતા અરેરાટી

અમદાવાદ: ગોમતીપુરમાં પ્રેમલગ્ન કરનારા શંકાશીલ યુવકે પોતાની પત્નીને ગળા પર બ્લેડો મારીને મોતને ઘાટ ઉતારી હતી. એટલું જ નહી પત્ની તરફડીયા મારીને મર્યા બાદ મકાન બંધ કરીને નાસી ગયો હતો અને બાળકને પિતાના ઘરે મૂકીને આવીને પોલીસ સમક્ષ હાજર થયો હતો. ગોમતીપુર પોલીસે તેની સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં ચોંકાવનારી વિગત એવી છે, પ્રેમલગ્ન કર્યા હોવાથી પિયરપક્ષ તેમજ સાસરીપક્ષ તરફથી મહિલાનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો જો કે પોલીસે દરમિયાગોમતીપુરમાં રામીની ચાલી સામે ઔડાના મકાનમાં રહેતા સંજયભાઇ જીવણભાઇ પરમારે ૧૦ વર્ષ પહેલા ઘીકાંટા ખાતે રહેતી અરૃણા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ગઇ કાલે મધરાતે અરૃણા અને સંજય વચ્ચે બોલાચાલી થઇ હતી.જેમાં પતિએ પત્નીને કહ્યું કોઇ પણ સાથે આડા સબંધ હોય તો બંધ કરવા સમજાવી હતી, પરંતુ તે કોઇ વાતે માનતી ન હતી. જેથી ગુસ્સો આવતાં રાત્રે ૨.૩૦ વાગે પત્નીના ગળામાં બ્લેડના ઉપરા છાપરી ઘા માર્યા હતા. પત્ની લોહી લુહાણ હાલતમાં તરફડીયા મારતી હતી તેનુ મોત થયા બાદ પતિ મકાન બંધ કરીને પોતાના પુત્રને લઇને શાહવાડી ખાતે રહેતા પિતાના ઘરે ગયો હતો અને પુત્રને મૂકીને સીધો પોલીસ સ્ટેશન હાજર થઇ ગયો હતો અને જાતે જ ફરિયાદ નોધાવી હતી. ગોમતીપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરના જણાવ્યા મુજબ પ્રેમલગ્ન કર્યા હોવાથી પિયરપક્ષ તરફથી તેમજ સાસરીપક્ષ તરફથી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા હતા. જો કે પોલીસે સમજાવીને સાસરીવાળા પાસે અંતિમક્રિયા કરાવી હતી.

નગીરી કરીને સાસરીયાને મૃતદેહ સુપરત કર્યો હતો.

(5:31 pm IST)