Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

આચારસંહિતા ભંગ મામલે મંત્રી વિભાવરીબેન દવેને ગુજરાત હાઇકોર્ટની રાહત ;ધરપકડ કરવા સામે રોક

પોલીસને ઘટનાસ્થળના ફૂટેજ રજૂ કરવા માટે આદેશ આપ્યો

અમદાવાદ :લોકસભાની ચૂંટણી દરમિયાન 23 માર્ચએ આચાર સંહિતાનો ભંગ કરવાને લઇને ઘણા મંત્રીઓ ઉપર ફરીયાદ થઇ છે,જેમાં ભાવનગરમાં મંત્રી વિભાવરી દવે પણ સામેલ છે આ મામલે ગુજરાત હાઈકોર્ટે મંત્રી વિભાવરી દવેને રાહત આપી છે,

 ભાવનગરમાં મંત્રી વિભાવરી દવેએ મતદાન સમયે આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ થઈ હતી. જે મામલે ગુજરાત હાઈકોર્ટે મંત્રી વિભાવરી દવેને રાહત આપી છે. વિભાવરી દવેની ધરપકડ પર ગુજરાત હાઈકોર્ટે હાલ રોક લગાવી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે મતદાન બાદ વિભાવરી દવેએ બુથમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને કહ્યું હતું કે, 'મોદી હૈ તો મુમકીન હૈ' આ સૂત્રોચ્ચાર મામલે તેમની વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટે પોલીસને ઘટનાસ્થળના ફૂટેજ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે. આ મામલે વધુ સુનાવણી 9 મેએ હાથ ધરવામાં આવશે

(2:51 pm IST)