Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

સુરતમાં ચોરાઉ ફોન વેચવાના રેકેટનો પર્દાફાશ :20 જેટલા મોબાઈલ સ્નેચરોના સંપર્કમાં:બોટાદમાં થઇ હતી સોદાબાજી

માત્ર 10 થી 20 ટકા કિંમતે મોબાઈલ ફોન ખરીદી કરી વેચતો હતો :એક આરોપીની ધરપકડ :એક વોન્ટેડ જાહેર

સુરત :શહેરમાં ચોરાયેલ ફોનને વેચવાના રેકેટનો પર્દાફાશ થયો છે સુરતનો એક વેપારી ચોરીના મોબાઈલ ફોન ખરીદી વોટ્સપ પર સોદાબાજી કરી ટ્રાવેલર્સમાં બોટાદ ખાતે મોકલી આપતો હોવાનું ખુલ્યું છે આ રેકેટનો છેલ્લા બે વર્ષમાં 1200 ફોન મોકલવામાં આવ્યાની વિગત મળતા એક આરોપીને પકડી પડી આ કૌભાંડનો સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે

   સુરત શહેરી વિસ્તારમાં લાંબા સમયથી મોબાઈલ ચોરીની ઘટના વધતી જાય છે અને ચોરીના મોબાઈલ વેચવાનું એક રેકેલ ચાલે છે. આ બાતમીનાના આધારે પોલીસે આ દિશામાં તપાસ શરુ કરી હતી તેમાં ભાગાતળાવ વિસ્તારમાં એક યુવક તનીમ અહેમદ અબ્દુલ કરીમ કાપડિયા નામનો યુવક શહેરના અલગ અલગ વિસ્તારમાં મોબાઈલ ફોન ચોરી કરતા યુવકો પાસેથી છેલ્લા બે વર્ષથી ચોરીના મોબાઈલ ફોન ખરીદી કરે છે. તેવું ખુલ્યું હતું

જ્યારે 40 અથવા 50 મોબાઈલ ફોન ભેગા થાય એટલે મોબાઈલના મોડલ સાથે તેના ભાવનું એક લિસ્ટ બનાવી બોટાદ ખાતે રહેતા મમ્મુને વોટ્સઅપ પર મોકલી આપતો હતો. ભાવ યોગ્ય લગતા સોદો નક્કી થાય એટલે મમ્મુ મોબાઈલ ફોનનું પેમેન્ટ આંગડિયા મારફતે મોકલી આપતો હતો.

જેને સામે સુરતથી તનીમ ટ્રવેલ્સ મારફતે પરસાળ મોકલી તેને વિગત આપતો હતો. જોકે પોલીસની પકડમાં આવ્યા બાદ આરોપીએ છેલ્લા બે વર્ષમાં 1200થી વધુ મોબાઈલ આ રીતે બોટાદ મોકલ્યાની કબૂલાત કરી છે.

(1:44 pm IST)