Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

અમદાવાદમાં સ્વછતા અભિયાન: મનપાએ : જાહેરમાં ગંદકી કરનારા 1,468 વ્યક્તિ અને 1,027 એકમોને દંડ ફટકાર્યો

 

 અમદાવાદ :મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગે શહેરના જાહેર વિસ્તારોમાં ગંદકી કરતા લોકો પાસેથી દંડની વસુલાત કરવાની કામગીરી શરૂ કરી છે. સોલિડ વેસ્ટ વિભાગે અલગ-અલગ ટીમો બનાવીને છેલ્લા પાંચ દિવસો દરમિયાન જાહેરમાં ગંદકી કરતા 1,468 વ્યક્તિ અને 1027 એકમોને દંડ ફટકાર્યો છે.

 જાહેરમાં લધુશંકા કરતા 105 વ્યક્તિઓને નોટીસ આપીને તેમની પાસેથી 10 હજાર રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. ઉપરાંત જાહેરમાં થુંકનારા 350 વ્યક્તિઓને નોટીસ આપીને 35 હજારના દંડની વસુલાત કરવામાં આવી છે. ઉપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા 1,027 એકમોને નોટીસ આપીને તેમની પાસેથી 7 લાખ 5 હજારના દંડની વસુલાત કરવામાં આવી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરને સ્વચ્છ બનવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનાર અને થુંકનાર વ્યક્તિને નોટીસ આપીને દંડની વસુલાત કરવામાં આવી છે. ઉપરાંત રસ્તા પર લાગેલા CCTV કેમેરામાં જો કોઈ પણ વ્યક્તિ થૂંકતા ઝડપાય તો તે વ્યક્તિને -મેમો મોકલાવવામાં આવે છે

  અમદાવાદ મહાનગરપાલિકાએ જાહેરમાં થુંકનાર એક વ્યક્તિના ઘરે -મેમો મોકલાવ્યો હતો અને તે વ્યક્તિ પાસેથી દંડની વસુલાત કરી હતી. હાલ પણ -મેમો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી રહ્યા છે અને જે પણ લોકો દ્વારા -મેમો ભરવામાં નથી આવતો તેમના ઘરે જઈને દંડની વસુલાત કરવામાં આવી રહી છે.

(8:52 am IST)