Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

અમદાવાદમાં મજૂરી કરતા પરિવારની 11 વર્ષની સગીરા પર બળાત્કાર:લેબર કોન્ટ્રાકટર બાબુ શેટ્ટીની ધરપકડ

ઘરમાં કોઈ હજાર ના હોય એકલતાનો ફાયદો ઉઠાવી દુષ્કર્મ આચર્યું

 

અમદાવાદના મજૂરી કામ કરતા પરિવારની 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ થયાનો કેસ નોંધાયો છે અમદાવાદનાં સોલા વિસ્તારમાં 11 વર્ષની એક સગીરા પર દુષ્કર્મની ફરિયાદ બાદ પોલીસે સગીરા સાથે દુષ્કર્મ આચરનારા બાબુ શેટ્ટી નામનાં લેબર કોન્ટ્રાકટરની ધરપકડ કરી છે

   પીડિતા અને તેની માતા મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આરંભી છે.

   સગીરાની માતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈ કાલ બપોરનાં રોજ ઘરમાં કોઈ હાજર ના હોવાનાં કારણે તેનો લાભ ઘરમાં મજૂરી કામ કરનાર બાબુ શેટ્ટીએ ઉઠાવીને ૧૧ વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ઘરમાં બપોરનાં સમયે સગીરાની માતા અંગત કામસર બહાર ગઈ હતી તેમજ સગીરાનાં પિતા નોકરી ગયાં હોવાનો ઉલ્લેખ કરેલ છે.

    ઘરમાં કોઈ સભ્ય હાજર ના હોવાનાં કારણે તેનો લાભ ઉઠાવીને બાબુ શેટ્ટી આરોપીએ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાની માતાએ સોલા પોલીસ સ્ટેશન ખાતે પોતાની દીકરી ઉપર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવેલ છે.

 

(12:00 am IST)