Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

સુરતના મહિધરપુરામાં કપડાંની દુકાનમાં ભીષણ આગ ભભૂકી :ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ દોડી:કપડાનો જથ્થો બળીને ખાખ

અચાનક આગ લાગતા દુકાન ઉપરના રહેણાંકના લોકોમાં જીવ બચાવવા દોડધામ

 

સુરતમાં મહિધરપુરા વિસ્તારની ઝાંપા બજાર ખાતે કપડાંની દુકાનમાં અચાનક આગ લાગતા ફાયર વિભાગનીટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરી રહી છે. આગમાં કાપડની દુકાન બળીને ખાખ થઈ જતા વેપારીએ ભારે નુકશાન વેઠવું પડયું છે દુકાન ઉપર રહેઠાણ હોવાથી આગ લાગવાનો બનાવ બનતા ઘરમાં રહેલા લોકોએ જીવ બચાવવા માટે દોડધામ મચાવી હતી,જો કે આગ કપડાંમાં વધારે પ્રમાણમાં પ્રસરી જતા દુકાન બળીને ખાખ થઈ ગઇ હતી.

 


ઘટના અંગેની જાણકારી નજીકના ફાયર વિભાગે કરવામાં આવતા ફાયર વિભાગની પાંચ ગાડીઓએ ઘટનાસ્થળે તાત્કાલિક અસરથી પહોંચી હતી અને એક કલાકની મહેનતને અંતે આગ પર કાબુ મેળવી લીધો છે. જો કે કપડાંની દુકાન બળીને ખાક થઈ ગઇ છે. આગ લાગવાના કારણની હજુ સુધી ખબર પડી હતી

 

 

(11:11 pm IST)