Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

વડોદરાની એમએસ યુનિવર્સીટીનું સમગ્ર કેમ્પસ વાઇફાઇથી સજ્જ

રાજ્યની સૌપ્રથમ સંપૂર્ણ વાઇફાઇથી સજ્જ યુનિ,બની :યુનિ,માં 40 હજાર વિધાર્થીઓ અને 2 હજાર કમર્ચારીઓ ઉપયોગ કરી શકશે

 

વડોદરાની એમએસ યુનિવર્સીટીનું સમગ્ર કેમ્પસ વાઈફાઈથી સજ્જ થઈ ગયું છે સંપૂર્ણ વાઇફાઇથી સજ્જ એમ.એસ.યુનિ,રાજ્યની સૌપ્રથમ યુનિવર્સિટી બની છે. યુનિવર્સિટીના ચાન્સેલરે વાઈફાઈ પ્રોજેક્ટને લોન્ચ કરી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે ખુલ્લો મુક્યો હતો

  વડોદરાની એમએસ યુનિવર્સીટીમાં 40 હજાર વિદ્યાર્થીઓ અને 2000 કર્મચારીઓ મોબાઈલ કે લેપટોપમાં વાઈફાઈનો ઉપયોગ કરી શકશે. યુનિવર્સિટીએ અમદાવાદની માઈક્રોટેક કંપનીને વાઈફાઈ પ્રોજેક્ટનું કામ સોંપ્યું હતું. જે કામનો બીજો તબક્કો પણ આખરે 3 વર્ષ બાદ પૂરો થયો છે.

  વાઈફાઈ માટે વિદ્યાર્થી કે કર્મચારી રજિસ્ટ્રેશન કરાવવા માટે વિદ્યાર્થીએ યુનિવર્સિટીની વેબસાઈટ પર જવું પડશે. તેમાં વેબસાઈટ પર જઈને વાઈફાઈ રજિસ્ટ્રેશન લિંક ખોલવી પડશે. ત્યારબાદ યુનિવર્સિટીએ આપેલ PRN નંબર નાંખવાથી OTP જનરેટ થશે. જેનો ઉપયોગ કરવો પડશે. તેના પછી મોબાઈલ ફોન કે લેપટોપનો ID અને પાસવર્ડ નાંખવો પડશે. ત્યારબાદ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાશે.

 

(10:11 pm IST)