Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

અમદાવાદમાં તાપમાન ૪૦ થયો : ગરમી હજુય યથાવત

આગામી બે દિવસ પારો ૪૧થી ૪૩ રહી શકેઃ તાપમાનની અસરને ટાળવા બપોરના ગાળામાં લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું : રાજકોટમાં સૌથી વધારે ગરમી

અમદાવાદ, તા.૮, અમદાવાદ શહેરમાં પણ આજે હવામાનમાં પલટાની સ્થિતિ જોવા મળી હતી. સવારે વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું અને વરસાદી માહોલ પણ રહ્યો હતો. એક વખતે એવું લાગી રહ્યું હતું કે, તોફાન અને ભારે વરસાદની દેશના જુદા જુદા ભાગોમાં કરવામાં આવેલી ચેતવણીની અસર રહેશે પરંતુ આ સ્થિતિ વધારે સમય સુધી રહી ન હતી. તાપમાનમાં નજીવા ફેરફારની સ્થિતિ સાથે આજે સૌથી વધારે ગરમીનો અનુભવ રાજકોટમાં થયો હતો જ્યાં પારો ૪૧.૭ સુધી પહોંચ્યો હતો. અમદાવાદમાં આજે ૪૦ ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. હાલમાં વધતા તાપમાની વચ્ચે પાણીથી ફેલાતી બિમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન આવતીકાલે ૪૧ ડિગ્રી રહી શકે છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવાની જરૂરિયાત દેખાઈ રહી છે. દેશમાં હાલ વાતાવરણમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળે છે. બીજી બાજુ વધતી ગરમી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો મે મહિનામાં ઝાડા ઉલ્ટીના ૧૭૩ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના પાંચ જ દિવસમાં ૩૯ અને ટાઇફોઇડના ૫૫ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના પાંચ જ દિવસના ગાળામાં ૭૧ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં મે મહિનામાં ૧૧૦૦ કેસ સાદા મેલેરિયાના નોંધાયા હતા. આ મહિનામાં ઝેરી મેલેરિયાના ત્રણ કેસો સપાટી ઉપર આવ્યા છે. દેશના કેટલાક ભાગોમાં હાલ વાવાઝોડા અને વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારેગુજરાતમાં ગરમી તીવ્ર બનીછે. હવામાન વિભાગ તરફથી વધુ તાપમાન માટેની કોઇ ચેતવણી જારી કરવામાં આવી નથી પરંતુ લોકો ગરમીથી બચવા બિનજરૂરી બહાર નિકળવાનું ટાળી રહ્યા છે.

બિનજરૂરી રીતે ગરમાંથી બહાર ન નીકળવા લોકોને તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી હિટવેવને લઇને કોઇ ચેતવણી જારી કરાઈ નથી પરંતુ તીવ્ર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. આજે સોમવારના દિવસે પણ લોકો ઘરમાંથી બહાર નિકળવાનું ટાળતા નજરે પડ્યા હતા જેથી બપોરના ગાળામાં શહેરના મોટાભાગના રસ્તા સુમસામ બન્યા હતા.

(9:59 pm IST)