Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

વડોદરામાં પાણીની કટોકટીના એંધાણ :આજવા સરોવરમાં ઘટતું પાણીની લેવલ

નર્મદા કેનાલમાંથી વધુ પાણી આપવા માંગ :કોર્પોરેશને લખ્યો નિગમને પત્ર

વડોડરા :વડોદરાના પાણીની કટોકટી સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે આજવા સરોવરની સપાટી ઘટી રહી છે સપાટી 204 ફૂટે પહોંચતાં પાણીની તંગી સર્જાશે. શહેરને પાણી પૂરૂ પાડવા માટે 207 ફૂટ પાણીનાં લેવલની જરૂરિયાત છે.

  હાલમાં નર્મદા કેનાલમાંથી આજવા સરોવરમાં 48 MLD પાણી અપાય છેજેનાં લીધે પાણીની માત્રા વધારીને 145 MLD કરવાની માંગ ઉઠી છે. જો કે આ સપાટી ઘટતાં જ કોર્પોરેશને સરદાર સરોવર નર્મદા નિગમને પત્ર લખીને વિશેષ માંગ પણ કરી છે અને નર્મદા નિગમે પાણી આપવા માટે વડોદરા કોર્પોરેશન પાસે 1.38 કરોડ માંગ્યાં છે.

 રામપુરા પાસેથી પસાર થતી નર્મદાની બ્રાન્ચ કેનાલમાંથી જો પાણી અપાય તો આજવા સરોવરનું જળસ્તર જળવાઈ રહે તેમ છે પરંતુ જો પાણી ન અપાય તો દરરોજ ડેમની સપાટી હજૂ પણ ઘટી શકે છે.ડેમનું બોટલ લેવલ અસમાંતર હોવાંથી હવે ૧૪૫ એમએલડીને બદલે ૧૦૩ એમએલડી જ પાણી મળે તેવી શક્યતા છે. પરંતુ જો નર્મદામાંથી પાણી નહીં મળે તો શહેરનાં કેટલાંક લોકોએ ૧૫ મિનિટનો પાણી કાપ વેઠવો પડશે તેવું જાણવા મળી રહ્યું છે.

(8:39 pm IST)