Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

સુરતમાં આડા સંબંધના મામલે પત્નીને મોતનેઘાટ ઉતારનાર પતિને કોર્ટે 6 વર્ષની કેદની સજાની સુનવણી કરી

સુરત:આડા સંબંધ ધરાવતી પત્ની ને માર મારી હત્યા કરવાના કેસમાં સંડોવાયેલા આરોપી પતિને આજે મુખ્ય જિલ્લા સેશન્સ જજ કુ.ગીતાબેન ગોપીએ સાપરાધ મનુષ્ય વધના ગુનામાં છ વર્ષની કેદ તથા રૃ.૧ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

પાંડેસરા -વડોદ ખાતે ગણેશનગરમાં રહેતા ફરિયાદી શ્રીરામ રામકુમાર મિશ્રાએ  વર્ષ-૨૦૧૨માં પોતાની મિલકતમા ંભાડે રહેતા આરોપી નેઈમ ઉર્ફે નેમુ બબલુસિંગ મોહમદ કાસીમ વિરુધ્ધ તેની પત્ની પુજા ઉર્ફે ગુડીયા ગુલશન ખાતુનને માર મારી હત્યા કરવા અંગે પાંડેસરા પોલીસમા ંફરિયાદ નોંધાવી હતી.

જે મુજબ ફરિયાદીના મકાનમાં ભાડે રહેતા આરોપીની પત્નીને બાજુમાં રહેતા ભાડુત નિરજ વિશ્વકર્મા સાથે આડા સંબંધ હોઈ આરોપી નેમુને જાણ થઈ હતી. જેથી પત્નીના મોબાઈલ રેકોર્ડમાં આ અંગેની વાતચીત સંભળાવીને પતિ પત્ની વચ્ચે આડાસંબંધના મુદ્દે ઝઘડો થયો હતો.

જેથી નેમુ ઉર્ફે નઈમે પોતાની પત્ની ગુલશન ખાતુનના માથામાં માર મારતા બેભાન થઈ ગઈ હતી. જેને નવી સીવીલમાં સારવાર માટે લઈ જતાં ફરજ પરના તબીબે મરણ જાહેર કરી હતી. પરંતુ આરોપીએ પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના જ પોતાની પત્નીની લાશને અલથાણ કબ્રસ્તાનમાં દફનાવી હતી. જેને પાંડેસરા પોલીસે લાશને ખોદી કાઢીને આરોપી વિરુધ્ધ ગુનો નોંધી જેલભેગો કર્યો હતો.

(5:37 pm IST)