Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ચીંચલીમાં સસ્તા અનાજની દુકાનમાં આકસ્મિક ચકાસણી હાથ ધરાઈ

વાંસદા: ડાંગ કલેકટર બી.કે. કુમાર અને તેમની ટીમ આહવા તાલુકામાં સમાવિષ્ટ ચીચલી ગામની મુલાકાતે હતી. ચીચલી ગામની પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાનની આકસ્મિક ચકાસણી હાથ ધરતાં, અહીં અનેક પ્રકારની ગેરરીતિઓ નજરે પડી હતી. જે ધ્યાને લઇ ડાંગ જિલ્લા પુરવઠા અધિકારી એસ.એલ. નાયકે પરવાનેદાર ઘનશ્યામભાઇ ભદાણેનો તાત્કાલિક અસરથી ૯૦ દિવસ માટે પરવાનો મોકૂફ રાખવાનો હુકમ કર્યો હતો. ચીચલીની આ સસ્તા અનાજની દુકાનમાં રેશનકાર્ડ ધારકોને મળતો અનાજનો જથ્થો નિયત સમયમાં મેળવવાથી વંચિત ન રહે માટે હનવતપાડા-૨નાં દુકાનદારને જરૃરી નિર્દેશન આપી વૈકલ્પિક વ્યવસ્થા હાથ ધરી હતી.

 

(5:37 pm IST)