Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ગાંધીનગર જિલ્લામાં વિદેશી દારૂ ભરીને આવતા બે વાહનને પોલીસે બાતમીના આધારે અટકાવ્યા

ગાંધીનગર: શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દોડધામ કરી રહી છે ત્યારે ચિલોડા પોલીસે ગઈકાલે બાતમીના આધારે લેકાવાડા અને ચંદ્રાલા પાસેથી બે વાહનોને ઝડપી લીધા હતા જેમાં સવાર ચાર શખ્સોને પકડી આ વાહનોમાંથી વિદેશી દારૃનો જથ્થો સહિત કુલ પ.પ૦ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જ્યારે આ વિદેશી દારૃ જ્યા પહોંચાડવાનો હતો તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.  

ગુજરાતમાં આમ તો દારૃબંધી છે પરંતુ રાજસ્થાન તરફની બોર્ડર ઉપરથી મોટા પાયે વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. બોર્ડર ઉપર પોલીસની ઢીલી નીતિના કારણે આ દારૃ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પહોંચતો હોય છે.

વિદેશી દારૃ પકડવા માટે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા ખાસ વાહન ચેકીંગ પણ શરૃ કરવામાં આવ્યું છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે દશેલા ધરમપુર રોડ તરફથી લેકાવાડા થઈને એક કાર નં.જીજે-૧ર-બીટી-૫૫૪૯ પસાર થવાની છે જેમાં વિદેશી દારૃ ભરેલો છે.

(5:37 pm IST)