Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

પશ્ચિમ પોલીસે નડિયાદમાં દરોડા પાડી 5600નો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

નડિયાદ: પશ્ચિમ પોલીસે રાજીવનગરમાં દરોડો પાડીને ૫૬૦૦ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે આરોપી પોલીસને જોઈ રફુ ચક્કર થઈ ગયો હતો.
નડિયાદ પશ્ચિમ પોલીસને માહિતી મળી હતી કે નડિયાદ રાજીવનગરમાં રહેતો અજય મનુભાઈ ગુગરેજીયા ચોરીછુપીથી વિદેશી દારૂની હેરાફેરી કરે છે. જેથી પોલીસે રેઈડ કરતા મકાનમાંથી વિદેશી દારૂની ૯ બોટલ તેમજ બીયર ટીન ૧૬ મળી કુલ રૂ. ૫૬૦૦નો જથ્થો મળી આવ્યો હતો. નવાઈની વાત એ છે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ અજય ગુગરેજીયાને પોલીસના દરોડાની ગંધ આવી જતાં ઘરેથી ફરાર થઈ ગયો હતો. નડિયાદ પશ્ચિમમાં ચોરી છુપીથી ઘણાં સ્થળે વિદેશી દારૂનું છૂટક વેચાણ થઈ રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે પોલીસે દેખાડો કરવા માટે વિદેશી દારૂની ગણતરીની બોટલો પકડીને કેસ કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.
નડિયાદ પશ્ચિમ પોલીસને માહિતી મળી હતી કે નડિયાદ રાજીવનગરમાં રહેતો અજય મનુભાઈ ગુગરેજીયા ચોરીછુપીથી વિદેશી દારૂની હેરાફેરી કરે છે. જેથી પોલીસે રેઈડ કરતા મકાનમાંથી વિદેશી દારૂની ૯ બોટલ તેમજ બીયર ટીન ૧૬ મળી કુલ રૂા. ૫૬૦૦નો જથ્થો મળી આવ્યો હતો. નવાઈની વાત એ છે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ અજય ગુગરેજીયાને પોલીસના દરોડાની ગંધ આવી જતાં ઘરેથી ફરાર થઈ ગયો હતો. નડિયાદ પશ્ચિમમાં ચોરી છુપીથી ઘણાં સ્થળે વિદેશી દારૂનું છૂટક વેચાણ થઈ રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે પોલીસે દેખાડો કરવા માટે વિદેશી દારૂની ગણતરીની બોટલો પકડીને કેસ કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.

(5:37 pm IST)