Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ગાંધીનગર: જુના સચિવાલયમાં તંત્રની ઘોર બેદરકારી: યોગ્ય સમયે કચરાનો નિકાલ ન થતા બીમારીનો ભય

ગાંધીનગર: રાજ્યના પાટનગરમાં જ સફાઇ બાબતે તંત્ર દ્વારા બેદરકારી રાખવામાં આવતી હોય તેમ જુના સચિવાલયની કચરા પેટીઓ તો ગંદકીના ઢગથી ખડકાઇ ગઇ છે. તંત્ર દ્વારા યોગ્ય સમયે કચરાનો નિકાલ નહીં કરાતાં કચરો પણ જ્યાં ત્યાં એકઠો થઇ રહ્યો છે અને કર્મચારીઓને પણ અવર જવર કરવામાં ગંદકીનો સામનો કરીને પસાર થઇ રહ્યાં છે. પરંતુ તંત્રની આંધળી આંખે આ કચરો દેખાતો ન હોય તેમ સ્વચ્છતા અભિયાનના લીરે લીરાં સરકારી કચેરીઓમાં જ ઉંડી રહ્યાં હોય તેવું નજરે પડી રહ્યું છે. સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન અંગે તંત્ર દ્વારા ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. પરંતુ સરકારી કચેરીઓની આસપાસ આ અભિયાન પોકળ સાબિત થતું હોય તેવું જુના સચિવાલયમાં નજરે પડી રહ્યું છે. જુના સચિવલાય કેમ્પસમાં રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ આવેલી છે. જ્યાંથી સમગ્ર ગુજરાતનું વહિવટીય સંચાલન થઇ રહ્યું છે. પરંતુ તંત્ર દ્વારા આ કેમ્પસમાં સફાઇ બાબતે બેદરકારી દાખવવામાં આવતી હોય તેમ ઠેક ઠેકાણે કચરાના ઢગ કચેરીઓની આસપાસ જોવા મળી રહ્યાં છે.

(5:36 pm IST)