Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ખેડા તાલુકાના કાજીપુરા પાટિયા નજીક કારની હડફેટે ઈસમનું ઘટનાસ્થળેજ ઢીમ ઢળ્યું

ખેડા:તાલુકાના કાજીપુરા પાટીયા નજીક શનિવાર રાત્રે ચાલતા જતા ઈસમનું કારે ટક્કર મારતાં ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઊડી ગયું હતું. આ અકસ્માત સર્જી કારચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ખેડા તાલુકાના કાજીપુરા ગામે જયેશભાઈ રામસીંગ વસાવા ધંધા રોજગાર અર્થે સીમમાં ભગવાનભાઈ રબારીના કૂવા ઉપર પરિવાર સાથે રહે છે. તેઓ ખેત મજૂરી કરી જીવન નિર્વાહ કરે છે. ગત તા. ૫-૫-૧૮ની રાત્રીના દસ વાગ્યાના સુમારે રામસીંગ રમેશભાઈ વસાવા કાજીપુરા પાટીયા બસ સ્ટેન્ડ નજીક રોડની સાઈડ પર ચાલતા હતા. ત્યારે એસેન્ટ કાર નં. જીજે-૧-ઈટી-૨૫૨૮એ રોડની સાઈડ જઈ ટક્કર મારતાં રામસીંગ વસાવાને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ રામસીંગ વસાવા (ઉં.વ. ૪૪)નું મોત નિપજ્યું હતું. આ અકસ્માત સર્જી કારચાલક કાર મૂકી નાસી ગયો હતો. આ બનાવની જાણ થતાં ખેડા ટાઉન પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી.
 

(5:36 pm IST)