Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

પાદરાના ડબલ મર્ડર કેસ ઉકેલવામાં પોલીસને સફળતાઃ વારંવાર અપમાનિત કરીને ધમકી આપતા હોવાથી હર્ષદ ઉર્ફે લાલાઅે બે ના ઢીમ ઢાળી દીધા

ફોટોઃ padra double murder mistry no pardafarse

પાદરાઃ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની સાંગમાં ગામમાં મહિલા અને પુરૂષની હત્યા બાદ પોલીસને આ હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

પાદરા શહેરના સાંગમાં ગામની સીમમાં કરપીણ હત્યાનો બનાવ આજે ગત 5 તારીખના રોજ 11 વાગ્યાના અરસામાં ધોડા દિવસે બનતા પાદરામાં ટોક ઓફ ધી ટાઉનનો વિષય બની ગયો હતો.

મૂળ પાદરાના અને હાલ ભરૂચમાં રહેતા રમેશભાઈ લલ્લુભાઇ પટેલ અને તેઓના પાદરા ગામમાં રહેતા કુટુંબીજનો વચ્ચે છેલ્લા ઘણા સમયથી પાદરામાં આવેલી જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. પાદરાનાં સાંગમાં ગામની સીમમાં થયેલ જમીનની અદાવતમાં એક પુરુષ અને એક મહિલાને પાડીયાના ઘા મારી સ્થળ પર જ મોત નીપજાવેલ અને આરોપી નાસી ગયેલ હતો. જેમાં આજરોજ નવો વળાંક આવ્યો હતો. જેમાં પોતાની અંગત અદાવત અને વારંવાર અપમાનિત કરીને ધમકી આપતા હોવાથી જે વાતનો ગુસ્સો રાખી અચાનક સામ સામે આવી જતા હર્ષદ ઉર્ફે લાલો નાઓએ નટુભાઈ પંચાલને ગળાના ભાગે પાડીયાનાં ઘા કરી જીવલેણ હુમલો કરેલ જેમાં પોતાના ભાભી વચ્ચે આવતા ગુસ્સામાં આવી બુમો પાડતા ભાભીને પણ ગળા અને ગાલ પર પાડીયાના ઘા કરી મોત નીપજાવ્યું હતું.

આજરોજ વડોદરા જીલ્લા એસ.પી. સૌરભ તોલમ્બીયા પણ ઘટના સ્થળે મુલાકાત લીધી હતી અને આ ગુન્હા સંદર્ભે કામગીરી માર્ગદર્શન આપી જેના પુરાવા સૂચનો એકત્ર કરવા સુચના આપી હતી. ત્યારબાદ હર્ષદ નારણભાઈ પટેલ ઉર્ફે લાલોએ પોતે ગુન્હો કબુલ કરેલ હતો જે પાડીયાથી બંનેનાં મોત નિપજાવ્યા હતા તે પાડયું મહુવડ પાસે આવેલ ખોડિયાર માતાના મંદિર સામેની નજીક ઝાડીમાં નાખી આવેલ તેને પણ પોલીસે કબજે કરેલ હતું.

આ મામલામાં પાદરા પોલીસ સ્ટેશનનાં પીઆઇ ડી.એમ.વ્યાસે જણાવ્યું હતું કે, પ્રવિણાબેન પટેલ અને નટુભાઈ પંચાલ નું પાળિયા વડે ઘા ઝીંકી ખેતર નજીક મોતને ઘાટ ઉતારી દીધા હતા. મૃતક પ્રવિણાબેન પટેલના પુત્રે તેઓના કુટુંબીજનો સામે આક્ષેપો સાથે ફરિયાદ નોધાવી હતી.

(5:14 pm IST)