Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

કોટક સિકયોરિટીઝ દ્વારા રિટેલ રોકાણકારોની ભાગીદારી વધારવા ફ્રી ઈન્ટ્રાડે ટ્રેડીગની શરૂઆત

અમદાવાદઃ કોટક સિકયોરિટીઝ લિમિટેડે બોમ્બે સ્ટોક એકસચેન્જના મેનેજિંગ ડિરેકટર અને સીઈઓ શ્રીઆશિષ ચૌહાણની હાજરીમાં સ્ટોક માર્કેટ અંગેની તેની ભાવિ યોજનાનો ચિતાર આપ્યો હતો. સમગ્ર રાષ્ટ્ર અને આમ આદમી પોતાની સંપતિમાં વધારો કરી શકે તે હુેતુથી કેએસએલે ફ્રી ઈન્ટ્રાડે ટ્રેડિંગ ઓફર કરવાની શરૂઆત કરી છે જે આજ સુધીની આ પ્રકારની પહેલી ઓફર છે. આ ઓફર હેઠળ ગ્રાહકો વાર્ષિક ફકત રૂ.૯૯૯ ભરી કેશ, ફયુચર અને ઓપ્શન્સ સેગમેન્ટમાં વિના કોઈ દલાલી ટ્રેડ કરી શકશે. વધુમાં ગ્રાહકો તેમના વ્યવહારોની ખાતરી અને ચોકસાઈ માટે કેએસએલના રિસર્ચ અને ટેકનોલોજી પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરી શકશે. ફ્રી ઈન્ટ્રાડે ઓફર કરી કેએસએલ આગામી ૧૮ મહિનાના સમયગાળામાં તેના ગ્રાહકોની સંખ્યા બમણી કરવાની યોજના ધરાવે છે.

આ ઓફરથી બ્રોકીગ ઈન્ડસ્ટ્રીમાં ખુબ મોટા પરિવર્તન આવશે અને સેકન્ડરી માર્કેટમાં બહોળી વૃધ્ધિ જોવા મળશે. કેએસએલ તેના ગ્રાહકોને BSE Star MF પ્લેટફોર્મ ઓફર કરવા માટે બોમ્બે સ્ટોક એકસચેન્જ સાથે હાથ મિલાવ્યા છે. ૧ જુન- ૨૦૧૮ થી ગ્રાહકો બહુવિધ એમએમસીની મ્યુચ્ચુઅલ ફન્ડસ સ્કીમમાં રોકાણ કરી શકશે. ગ્રાહકો મોબાઈલ, વેબસાઈટ અને ડીલર નેટવર્ક દ્વારા ડાયરેકટર અને રેગ્યુલર સ્કીમ્સમાં રોકાણ કરી શકશે થોડા સમય બાદ આ પ્લેટફોર્મ ગ્રાહકો ન હોય તેવા વ્યકિતઓને પણ ઓફર કરવામાં આવશે.

(3:34 pm IST)