Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

પાણીપત્રકમાં આંકડા નહી ભરતા ર૦૧રના વર્ષના પાકવીમા લટકયા

મગફળી, બાજરી અને ચોખા જેવા પાકોમાં રૂ.૧રર૧ કરોડથી વધુના દાવા મંજૂર ન થતા ખેડુતો હાઇકોર્ટમાં : ચૂંટણીમાં કેન્દ્ર-રાજયની રાજનીતિ કર્યાનો આક્રોશ

રાજકોટ  તા.૮  ગુજરાતમાં તલાટી ખેતીના પાણી પત્રકોમાં આંકડા ભરી આપતા નથી. આ કારણોસર વર્ષ ર૦૧રના  સેંકડો પાક વીમા દાવા લટકી પડયા છે. સરકારની શિથિલતાને કારણે જુની પાક વીમા  યોજના હેઠળના લાખો ખેડુતોને કોર્ટના શરણે જવા મજબુર થયા છે.

કિસાન સંઘના મતે વર્ષ ર૦૧ર પછી ભાજપ સરકાર તલાટીઓ પાસેથી પાણીપત્રકમાં નોંધ કરાવવા જેટલુ સામાન્ય કામ કરાવી શકી નથી. આથી ટેકાના ભાવે ખરીદીમાં પણ ખેડુતોની જણસો લેવાતી નથી. કૃષિ વિભાગના દસ્તાવેજો મુજબ વર્ષ ર૦૧રમાં કપાસ પકવતા ખેડુતોના રૂ.૩૦૩ કરોડના દાવાની રકમ ચુકવણી થઇ હતી. પરંતુ કપાસ સિવાયના મગફળી બાજરી અને ચોખાના પાકોમાં  એરિયા રિડેકશન ફેકટર લગાવતા વિવાદ થતા રૂ.ર૮ર૮ કરોડમાંથી માત્ર રૂ.૧૬૦૭ કરોડના દાવાઓમાં જ વીમાની રકમનું ચુકવણુ થયું હતુ. એરિયા રિકેેકશન ફિકટરનો વિરોધ કરનારા રાજકોટ, જામનગર અને દેવભુમિ  દ્વારકા સહિત સૌરાષ્ટ્રના ૧૯ તાલુકાના રૂ.૧રર૧ કરોડના દાવા મંજુર ન થતા લાખો ખેડુતોએ સરકાર સામે હાઇકોર્ટમાં પિટિશન કરી છે.

વર્ષ ર૦૧રમા કૃષિક્ષેત્રે વીમા   યોજના માટે અત્યારની જેમ પ્રાઇવેટ સેકટરની કંપનીઓ માટે પ્રવેશ પ્રતિબંધિત હતો. ભારત સરકારની માલિકીની એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની પાકવીમા માટે પ્રિમિયમ મેળવતી અને નુકસાની વળતર ચુકવતી ખેડુત સંગઠનોના કહેવા મુજબ વર્ષ ર૦૧રમાં જુની યોજના હેઠળ ૧પ લાખ ખેડુતોને રૂ.૩૪૧૦ કરોડમાંથી રૂ.ર૧૯૦ કરોડ તો ચુકવી પણ આપ્યા છે. હવે પ્રાઇવેટ સેકટરમાં દાખલ થયા પછી રૂ.ર૩૬૦ કરોડના પ્રિમીયમ સામે રૂ.૧૧૭૦ કરોડના  જદાવા મંજુર થયા છે. ભાજપ સરકારે ચુંટણીઓમાં આ મુદે ગુજરાતને કેન્દ્રનો અન્યાય કહીને ખુબ જ  રાજનીતિ કરી હતી. આથીખેડુતોમાં ભારે રોષ પ્રવર્ત્યો છે.

(2:35 pm IST)