Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ડીઝીટલ ઇન્ડિયાની સંકલ્પના સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર : વિજયભાઇ રૂપાણી

શહેરી વિકાસ ક્ષેત્રે ગુડ ગવર્નન્સ - પારદર્શીતાના અભિનવ પહેલનો પ્રારંભ : વિકાસ કામો માટે રૂા. ૧૦૧૦ કરોડના ચેકનું વિતરણ

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયમાં ઓન લાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ (બાંધકામ પરવાનગી)નો પ્રારંભ કરાવતા કહ્યું કે આ સરકાર પારદર્શિતા અને સંવેદનશીલતાથી ગુડ ગવર્નન્સની દિશામાં કાર્યરત છે. ગૃહ, મહેસૂલ, શહેરી વિકાસ જેવા પ્રજાને સીધા સ્પર્શતા વિભાગોમાં ટેકનોલોજીનો મહત્ત્।મ ઉપયોગ કરીને ઓન લાઇન વ્યવસ્થા વિકસાવી પારદર્શીતાથી કયાંય કોઇને એક રૂપિયો પણ આપવો ન પડે કે કચેરીના ધક્કા ન ખાવા પડે ઘરે બેઠા જ ઓન લાઇન કામ થઇ જાય તેવી પરિસ્થિતિ નિર્માણ કરવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ડિઝીટલ ઇન્ડીયાની સંકલ્પના સાકાર કરવામાં ગુજરાત આ સિસ્ટમથી અગ્રેસર બન્યું છે એમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ મહાત્મા મંદિર ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં ગુજરાતમાં શહેરી વિકાસ ક્ષેત્રના અભિનવ આયામો એવા ત્રિવિધ કાર્યક્રમોનો પ્રારંભ કરાવ્યો હતો.  તેમણે ઓન લાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ, નગરપાલિકાઓના તંત્રને સુદ્રઢ અને વધુ સેવાભિમુખ બનાવવા પ્રાદેશિક કમિશનરેટ પ્રારંભ તેમજ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વિકાસકામો માટે રૂ. ૧૦૧૦ કરોડના ચેક વિતરણ કર્યા હતા.  મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે રાજયમાં ૧રપ ચોરસ મીટર બાંધકામ માટે પરવાનગીમાંથી મુકિત આપીને આ સરકારે સામાન્ય માનવીમાં ભરોસો મુકયો છે કે તે ખોટું નહીં જ કરે. મુખ્યમંત્રીશ્રીએ આ ઓન લાઇન પદ્વતિ શરૂ કરવા સાથે ૧૬ર નગરપાલિકાઓના વહીવટને જવાબદેહ અને સ્થાનિક સ્તરે નિર્ણય તથા વિકાસ આયોજન માટે પ્રાદેશિક કચેરીઓ સંપૂર્ણ સત્ત્।ાધિકારો સાથે શરૂ કરવાની પહેલ ગુજરાતે કરી છે. રાજયના સમગ્ર નગરપાલિકા તંત્રને અન્ડર વન અમ્બ્રેલા લાવવાની આ પહેલ ગુજરાતના સર્વગ્રાહી વિકાસને શો કેશ કરશે તેવો વિશ્વાસ તેમણેે દર્શાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે આ ઓન લાઇન સિસ્ટમથી અરજદારને પોતાની અરજીનું સ્ટેટસ ફિંગર ટીપ પર જાણવા મળશે. ગુજરાતનો આ ગુડ ગર્વનન્સ અને ટ્રાન્સપરેન્ટ એડમીનીસ્ટ્રેશનનો પ્રયોગ દેશનું દિશાદર્શન કરશે એમ તેમણે ઉમેર્યું હતું. શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ મુકેશપુરીએ સ્વાગત પ્રવચન કરી રાજયમાં વ્યવસ્થાપન માટે કાર્યરત કરાયેલ ઓનલાઇન ડાયરેકટ પરમીશન સીસ્ટમ અંગે જાણકારી આપી હતી. જીઆઇએસના માધ્યમથી મોબાઇલ એપ જોડાઇ જવાથી નાગરીકોને ઘણી સરળતા મળશે તેમ જણાવેલ. મ્યુ. ફાયનાન્સ બોર્ડના ઓ.એસ.ડી. શ્રી પી. એલ. શર્માએ ઓન લાઇન ડાયરેકટ પરમીશન સીસ્ટમ અંગે કાર્ય પ્રણાલી તથા થનાર લાભો અંગે પ્રેઝન્ટેશન દ્વારા માહીત આપી હતી. આ પ્રસંગે રાજય મંત્રી મંડળના સભ્યો સર્વશ્રી આર. સી. ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભભાઇ પટેલ, દિલીપકુમાર ઠાકોર, ઇશ્વરભાઇ પરમાર, પરબતભાઇ પટેલ, જયદ્રથસિંહ પરમાર, વાસણભાઇ આહીર, શ્રીમતી વિભાવરીબેન દવે, મ્યુ. ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ અને વિધાનસભાના દંડક પંકજ દેસાઇ, સાંસદો અને ધારાસભ્યો, મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહ, મ્યુ. કોર્પો.ના મેયરશ્રીઓ, નગરપાલીકાના પ્રમુખો, ક્રેડાઇના હોદેદારો, બાંધકામ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં આભારવિધિ ડાયરેકટર મ્યુનિસિપાલીટીઝ એડમીનીસ્ટ્રેશન મહેન્દ્રભાઇ પટેલે કરી હતી.

(2:35 pm IST)