Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ચલક ચલાણુ ? નીટની પરીક્ષા પૂરીઃ મેડીકલ પ્રવેશ પરીક્ષા કાર્યવાહીના નિયમો અધ્‍ધરતાલ

રાજય સરકારે તુરત નિયમો જાહેર કરવા વાલીઓની પ્રચંડ માંગ

અમદાવાદ તા. ૮ : મેડીકલ પ્રવેશ માટેની નીટ' ની પરીક્ષા પૂર્ણ થઇ ગઇ છે. છતા હજુ રાજય સરકારે મેડીકલ પ્રવેશ માટેના નિયમો જાહેર  કર્યાનથી પ્રવેશ પ્રશ્ને આજે સરકાર અને એમસીઆઇ વચ્‍ચે ચલક ચલાણું રમાતુ હતું

ધો.૧ર સાયન્‍સ પછી એ ગ્રુપના વિદ્યાર્થીઓને ઇજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે ટેકનીકલ શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશ નિયમો જાહેર કરી દેવયા છે અને પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઇ છે પરંતુ બી ગ્રુપના વિદ્યાર્થીઓને મેડિકલ-પેરામેડિકલમાં  પ્રવેશ માટે હજુ સુધી પ્રવેશ નિયમો જાહેર કર્યા નથી.

મેડિકલ પ્રવેશ માટેની કેન્‍દ્ર સરકારની નીટ પરીક્ષા પણ પૂર્ણ થઇ ગઇ છે. અને હવેધો.૧ર સાયન્‍સનું રીઝલ્‍ટ આવવાને પણ ગણતરીના દિવસો રહ્યા છે. ત્‍યારે આ વર્ષે પ્રવેશ કયા નિયમો રહેશે તે હજુ અનિીત છે.

(1:34 pm IST)